ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં ઘટાડો થયો છે. હવે તે 2025ના હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં 85માં સ્થાન પર પહોંચી ગયો છે. આ વર્ષે ભારતની રેન્કિંગમાં પાંચ સ્થાનનો ઘટાડો થયો છે, ભારત પહેલા આ યાદીમાં 80માં સ્થાને હતું અને હવે તે 85માં સ્થાને છે. ઈન્ડેક્સ અનુસાર, ભારતીય પાસપોર્ટ ધારકો 57 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકે છે. ભારત આં રેન્કને ઈક્વોટોરિયલ ગિની અને નાઈઝર સાથે શેર કરે છે. તો આપણા પાડોશી દેશની રેન્કિંગ 103મી છે.
ક્યો દેશ ટોચ પર?
ટચૂકડો એવો દેશ સિંગાપોર આ યાદીમાં આ વર્ષે પણ ટોચના સ્થાન પર છે. સિંગાપોરનો પાસપોર્ટ જેની પાસે હોય તે 195 દેશોમાં વિઝા વિના યાત્રા કરી શકે છે. શક્તિશાળી પાસપોર્ટની આ યાદીમાં જાપાન બીજા સ્થાન પર છે. કારણ કે જાપાનના પાસપોર્ટ ધારક 193 દેશો વિઝા-મુક્ત યાત્રા કરી શકો છો.
આ છે ટોચના 10 દેશો
1. સિંગાપોર
2. જાપાન
3. ફિનલેન્ડ
4. ફ્રાંસ
5. જર્મની
6. ઈટલી
7. દક્ષિણ કોરિયા
8. સ્પેન
9. ઓસ્ટ્રિયા
10. ડેનમાર્ક
સૌથી નીચે ક્યો દેશ છે?
2025માં પાકિસ્તાન અને યમન 103માં સ્થાન પર છે, જેના પાસપોર્ટ ધારકો માત્ર 33 દેશોમાં વિઝા વિના યાત્રા કરી શકે છે. જે બાદ ઈરાકનું સ્થાન આવે છે, આ દેશના પાસપોર્ટ ધારકને 31 દેશ, સીરિયાના પાસપોર્ટ ધારક 27 દેશ અને અફઘાનિસ્તાનના પાસપોર્ટ ધારકો 26 દેશોની યાત્રા વિઝા વિના કરી શકે છે.






