Home International Indian Man Praises Singapore Work Culture Video Viral Instagram

ભારતમાં રજા લેવા માટે ભીખ માંગવી પડે છે, સિંગાપોરમાં ગજબનું વર્ક કલ્ચર : ભારતીય યુવકના વીડિયોએ જગાવી ચર્ચા

ભારતમાં રજા લેવા માટે ભીખ માંગવી પડે છે, સિંગાપોરમાં ગજબનું વર્ક કલ્ચર
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 03:45 PM IST

ભારતમાં નોકરી કરતા મોટાભાગના લોકો એ વાત સાથે સહમત થશે કે ઓફિસમાં બોસ પાસે રજા માંગવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ઘણીવાર કર્મચારીઓને પોતાના હકની રજા લેવા માટે પણ અનેક બહાના બતાવવા પડે છે અથવા ખોટી સ્ટોરી બનાવવી પડે છે. દેશમાં ઓફિસ કલ્ચરને લઈને અવારનવાર ચર્ચાઓ થતી રહે છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે નેિટઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. સિંગાપોરમાં સ્થાયી થયેલા એક ભારતીય યુવકે ત્યાંના અને ભારતના વર્ક કલ્ચર વચ્ચેનો તફાવત બતાવતો વીડિયો શેર કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર અમન નામના એક યુઝરે શેર કરેલા વીડિયોમાં તેણે દાવો કર્યો છે કે સિંગાપોરમાં રજા લેવા માટે ભારતીય ઓફિસોની જેમ ખોટી કહાનીઓ બનાવવી પડતી નથી. તેણે વીડિયોમાં જણાવ્યું છે કે ભારતમાં જ્યારે તે નોકરી કરતો હતો ત્યારે રજા માંગવા માટે ભિખારી જેવું વર્તન કરવું પડતું હતું. ક્યારેક તબિયત ખરાબ હોવાનું બહાનું તો ક્યારેક ફેમિલી ઈમરજન્સીનું કારણ આગળ ધરવું પડતું હતું. માત્ર એક શુક્રવારની રજા જોઈતી હોય તો પણ ખોટી ટ્રેજેડી ઉભી કરવી પડતી હતી જેથી બોસ રજા મંજૂર કરે.

સિંગાપોરના વખાણ કરતા અમણે જણાવ્યું કે અહીંનું કલ્ચર તદ્દન અલગ છે. અહીં રજા માટે કોઈને પૂછવું પડતું નથી પરંતુ માત્ર જાણ કરવી પડે છે કે હું રજા પર છું. તેણે વધુમાં ઉમેર્યું કે સાંજે 6 વાગ્યા પછી મારો ફોન મારો હોય છે અને તેના પર બોસનો કોઈ હક રહેતો નથી. કામના કલાકો પૂરા થયા બાદ કોઈ ડિસ્ટર્બ કરતું નથી કે કોઈ ગિલ્ટ પણ રહેતો નથી. તેણે યુવાનોને સલાહ આપતા કહ્યું કે જો તમે રાત્રે 8 વાગ્યા સુધી ઓફિસમાં બેસીને કામ કરો છો તો તેને હાર્ડવર્ક નહીં પણ શોષણ કહેવામાં આવે છે.

આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે સિંગાપોર શિફ્ટ થયા બાદ તેના માઈન્ડસેટમાં મોટો બદલાવ આવ્યો છે. ટોક્સિક કલ્ચર કર્મચારીઓને એવું માનવા મજબૂર કરે છે કે કામ ન કરવા બદલ તેમણે ખુલાસા આપવા જરૂરી છે. લોકો સહાનુભૂતિ મેળવવા માટે પોતાની અંગત વિગતો પણ શેર કરતા થઈ જાય છે. હકીકતમાં પોતાની રજાને જસ્ટિફાય કરવાની કોઈ જરૂર હોતી નથી. આ વીડિયો જોઈને ભારતીય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ તફાવત પર ચર્ચા કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now