જમ્મુ-કાશ્મીરના પહલગામમાં નાપાક પાકિસ્તાનના આતંકીઓ દ્વારા નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં. માનવતાની હદ વટાવીને આતંકીઓએ માસૂમ પ્રવાસીઓને તેમનો ધર્મ પુછીને બાદમાં ગોળીઓ મારી દીધી હતી. આ ઘટના બાદ ભારતભરમાં આક્રોશ હતો. જેને બદલો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓનો ખાતમો બોલાવીને કર્યો છે. ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે પહેલીવાર ગુજરાતના પ્રવાસે છે.
ગુજરાત પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહે કચ્છ જિલ્લાના ભૂજમાં આવેલાં એયરબેસની મુલાકાત લીધી. જ્યાં રક્ષામંત્રી સેનાના જવાનોને મળ્યા અને તેમના શૌર્યની પ્રશંસા કરીને અને તેને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અભિનંદન પાઠવ્યાં. સાથે જ આજે ભુજ એરબેઝ પર પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ-જવાનોને મળીને તેમની સાથે ગહન ચર્ચા કરી હતી. એટલું જ નહીં રક્ષામંત્રીએ આ મુલાકાત દરમિયાન ભૂજ એયરબેસ સહિત ગુજરાતના સરહદી વિસ્તારો અને ઓવરઓલ ઈન્ટરનેશનલ બોર્ડરની સિક્યોરિટી અંગે ઉચ્ચઅધિકારીઓ સાથે પરામર્શ કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
સેનાના જવાનોને મળીને રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુંકે, ભારતની શક્તિનો પરચો દુનિયાએ ઓપરેશન સિંદૂરની ઝલકથી જોઈ લીધો છે. તેમણે કહ્યુંકે, યે તો ટ્રેલર હૈ...પિક્ચર અભી બાકી હૈ... ભારત હવે પાકિસ્તાની કે પાકિસ્તાન પોસિત આતંકવાદની કોઈપણ નાપાક હરકત ચલાવી નહી લે. ભારત પાકિસ્તાનના તમામ હુમલાઓનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. ભારત હવે વિદેશી હથિયારો પર નભતુ નથી. ભારતે હવે પોતાના હથિયારોનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધો છે. રક્ષા ક્ષેત્રે ભારત હવે આત્મનિર્ભર બનવાની દિશામાં અગ્રેસર થઈ રહ્યું છે. ભારતમાં તૈયાર થઈ રહેલી અને દુશ્મનનો ખાતમો બોલાવતી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. રાજનાથસિંહે જણાવ્યું કે, દુનિયાએ તણાવ વચ્ચે ભારતની તાકાત જોઇ છે, મને જવાનો પ્રત્યે ગર્વ છે. ભારત માત્ર વિદેશમાંથી ઈમ્પોર્ટ કરેલાં હથિયાર પર નિર્ભર નથી, બ્રહ્મોસ મિલાઈલની તાકાતને પાકિસ્તાને જોઈ લીધી છે.






