Home Tech/Gadgets Indian Consumer Ministry Sends Notice To Ola And Uber For Price Difference

એપલ અને એન્ડ્રોઈડ ફોનમાં કેમ ભાડા અલગ? : OLA, UBER પર બગડી સરકાર

એપલ અને એન્ડ્રોઈડ ફોનમાં કેમ ભાડા અલગ?
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 06:33 PM IST

ભારત સરકારે કેબ કંપની ઓલા અને ઉબરને નોટિસ પાઠવી છે અને જવાબ માગ્યો છે. કેબ એગ્રીગેટર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે કે કેમ અલગ-અલગ ફોન યુઝર્સ માટે અલગ-અલગ કિંમતો બતાવવામાં આવી રહી છે. આ નોટિસ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા જારી કરવામાં આવી છે.

આ નોટિસ એવા સમયે આપવામાં આવી છે જ્યારે હાલમાં જ Ola અને Uber ફોનના મોડલના આધારે અલગ-અલગ ભાડા બતાવી રહ્યા છે. Apple iPhoneમાં અને Androidમાં ભાડા અલગ બતાવવામાં આવે છે.


શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે એન્ડ્રોઈડ અને આઈફોનના આધારે એપનું ભાડું પણ અલગ હતું. CCPAએ નોટિસ જારી કરીને કેબ સર્વિસ પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. જોકે હજુ સુધી ઓલા અને ઉબેરે કોઈ જવાબ આપ્યો નથી.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now