Home International Indian Coast Guard Day History Kalpana Chawla January 1

આજે 1 ફેબ્રુઆરી : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનો સ્થાપના દિવસ અને કલ્પના ચાવલાની પુણ્યતિથિ

આજે 1 ફેબ્રુઆરી
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2026, 02:30 AM IST

આજે 1 ફેબ્રુઆરી છે અને ભારત માટે આ દિવસ સુરક્ષા તેમજ અવકાશ ક્ષેત્રની યાદો સાથે જોડાયેલો છે. આજના દિવસે વર્ષ 1977માં ભારતમાં 'ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ' (Indian Coast Guard) ની સ્થાપના કરવામાં આવી હતી, તેથી દર વર્ષે આ દિવસને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે 'ઇન્ડિયન ઇન્ટરનેશનલ એવિએશન ઓથોરિટી' ની પણ રચના કરવામાં આવી હતી.

કલ્પના ચાવલા અને 'કોલમ્બિયા યાન' દુર્ઘટના

વર્ષ 2003માં આજના દિવસે જ ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા સહિત સાત અવકાશયાત્રીઓએ જીવ ગુમાવ્યો હતો. અવકાશમાંથી પૃથ્વી પર પરત ફરી રહેલું તેમનું ‘કોલમ્બિયા યાન’ દુર્ઘટનાગ્રસ્ત થતા આ લોહિયાળ અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત, ભારતીય રેલવેના ઇતિહાસમાં 1 ફેબ્રુઆરી 1855 નો દિવસ મહત્વનો છે કારણ કે આ દિવસે ઈસ્ટ ઈન્ડિયા રેલવેનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

બોલિવૂડ અને ક્રિકેટ જગતની હસ્તીઓનો જન્મદિવસ

આજે મનોરંજન અને રમત જગત માટે પણ ઉત્સાહનો દિવસ છે. બોલિવૂડના દગ્ગજ અભિનેતા જેકી શ્રોફ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અજય જાડેજા નો આજે જન્મદિવસ છે. આ સાથે પ્રખ્યાત અભિનેતા એ.કે. હંગલ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનો પણ આજે જ જન્મદિવસ છે.


ઇતિહાસની તવારીખમાં આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ:

  • 1881: દિલ્હીની ઐતિહાસિક સેન્ટ સ્ટીફન્સ કોલેજની સ્થાપના થઈ.

  • 1922: મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલનને વધુ વેગ આપવાની જાણ વાઇસરોયને કરી.

  • 1949: 'પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા' (PTI) એ 'એસોસિએટેડ પ્રેસ ઓફ ઇન્ડિયા' ને હસ્તગત કરી.

  • 1977: દિલ્હીમાં ભારતના પ્રથમ નેશનલ રેલ મ્યુઝિયમની સ્થાપના થઈ.

  • 1985: મોહમ્મદ અઝહરુદ્દીને કાનપુરમાં સતત ત્રણ ટેસ્ટમાં સદી ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

  • 1992: દિલ્હીનું સત્તાવાર નામ બદલીને 'રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી' (NCT Delhi) કરવામાં આવ્યું.

  • 2009: સાનિયા મિર્ઝા અને મહેશ ભૂપતિની જોડીએ પ્રથમ વખત મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું.


આજે જન્મેલી મહાન વિભૂતિઓ:

  • જય કિશન શ્રોફ (જેકી શ્રોફ) - બોલિવૂડ અભિનેતા (1957)

  • અજય જાડેજા - પૂર્વ ક્રિકેટર (1971)

  • હિમંતા બિસ્વા સરમા - આસામના 15મા મુખ્યમંત્રી (1969)

  • સતપાલ સિંહ - પ્રખ્યાત પહેલવાન (1955)

  • બ્રહ્મબાંધવ ઉપાધ્યાય - સ્વતંત્રતા સેનાની (1861)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now