Home Sports Indian Batsmens Performance In The Second Odi Against India And South Africa

Ind vs SA; બીજી ODI માં ભારતના બેટ્સમેનોનો ધમાકો! : Ruturaj Gaikwad અને Virat Kohli ની શાનદાર સેંચુરી

Ind vs SA; બીજી ODI માં ભારતના બેટ્સમેનોનો ધમાકો!
Published by: OBS Bureau
Last Updated: Dec 03, 2025, 12:21 PM IST

India's batsmen's brilliance in the second ODI against SA: શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂ રાયપુરમાં રમાઈ રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડેમાં ભારતીય બેટ્સમેનોએ જબરદસ્ત પ્રદર્શન કરીને વિશાળ સ્કોર ઊભો કર્યો છે. સાઉથ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતીય બેટ્સમેનોનું વિસ્ફોટક પ્રદર્શન

ભારતની ઇનિંગ્સમાં બે બેટ્સમેનોએ સેંચુરી ફટકારી, જેને ટીમનો સ્કોર 350 ની નજીક પહોંચાડવામાં મદદ કરી. Virat Kohli એ પોતાનું અદભૂત ફોર્મ જાળવી રાખ્યું અને માત્ર 93 બોલમાં 7 ચોક્કા અને 2 છક્કાની મદદથી 102 રન ફટકાર્યા. આ તેની કારકિર્દીની 53 મી ODI સેંચુરી હતી. Ruturaj Gaikwad માટે આ મેચ યાદગાર બની ગઈ. તેને 83 બોલમાં 12 ચોક્કા અને 2 છક્કા સાથે 105 રન બનાવીને તેની પ્રથમ ODI સેંચુરી નોંધાવી. આ સિવાય, કેપ્ટન કે. એલ. રાહુલએ પણ ઝડપી બેટિંગ કરતા 43 બોલમાં 6 ચોક્કા અને 2 છક્કાની મદદથી 66 રનની નોટઆઉટ ઇનિંગ્સ રમી, જે અંતમાં ટીમને મોટો સ્કોર આપવામાં નિર્ણાયક સાબિત થઈ. શરૂઆતમાં રોહિત શર્માએ 8 બોલમાં 14 રન અને યશસ્વી જયસ્વાલે 38 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં, રવીન્દ્ર જાડેજાએ 27 બોલમાં 24 રન બનાવ્યા, જ્યારે વોશિંગ્ટન સુંદરે 8 બોલમાં 1 રનનું યોગદાન આપ્યું.

સાઉથ આફ્રિકાની બોલિંગ

સાઉથ આફ્રિકાના બોલરોમાં ફાસ્ટ બોલર માર્કો જેન્સેન 63 રન આપીને 2 વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો. નંદ્રે બર્ગર 43 રનમાં 1 વિકેટ અને લુંગી નગિડી 51 રનમાં 1 વિકેટ લીધી હતી. નગિડીએ તેની 10 ઓવરમાં 1 મેડન ઓવર પણ નાખી હતી. સ્પીનર કેશવ મહારાજ 10 ઓવરમાં 70 રન આપીને કોઈ વિકેટ મેળવી શક્યો નહીં, જ્યારે કોર્બીન બોશ અને એડન માર્કરમ પણ મોંઘા સાબિત થયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now