Home International Indian Army Indian Army Vidoe India Pakistan War Opration Sindoor Offbeat Stories Gujarati News Gujarat Samchar Latest News In Gujarati Latest Gujarat News Gujarati News Live Latest Gujarati Samachar

Operation Sindoor New Video : ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો જાહેર, દુશ્મનોને હંમેશા ધ્રુજાવશે આ દ્રશ્યો

Operation Sindoor New Video
Play Video
Published by: OBS Bureau
Last Updated: May 18, 2025, 07:58 AM IST

Operation Sindoor New Video : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકી અડ્ડાઓને તબાહ કરતો આ નવો વીડિયો ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે જાહેર કર્યો છે. આ વીડિયોમાં એવું દર્શાવવામાં આવ્યું છેકે, નાપાક પાકિસ્તાની ગોળીબારના જવાબમાં ભારતીય સેનાએ એવી રીતે જવાબ આપ્યો જે દુશ્મનોએ પહેલાં ક્યારેય જોયો નહોતો. સેનાના વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ બદલો નહીં પણ ન્યાય હતો.

ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા જાહેર કરાયેલા આ નવા વીડિયોમાં સેનાના જવાનો મોર્ટાર ફાયર કરતા જોઈ શકાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 9 મેની રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરનાર દુશ્મન પાકિસ્તાનની બધી ચોકીઓ ધ્વસ્ત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, પહલગામમાં પર્યટકો પર થયેલાં આતંકી હુમલા બાદ પીએમ મોદીએ કહ્યું હતુંકે, આતંકીઓની બચેલી જમીન પણ ધ્વસ્ત કરી દેવામાં આવશે. એ જ વચનું પાલન કરીને સેનાએ આતંકીઓની જમીનદોસ્ત કરી દીધી હોવાનું આ વીડિયોમાં દર્શાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now