Indo-Myanmar Border Operation: ઉત્તરપૂર્વ ભારતના મણિપુરથી એક મોટા સમાચાર આવ્યા છે કે ભારતીય સેનાને એક મોટી સફળતા મળી છે જેમાં તેમણે 10 સશસ્ત્ર કેડર્સને મારી નાખ્યા છે. મણિપુરના ચંદેલ જિલ્લામાં એક ઓપરેશન દરમિયાન સશસ્ત્ર કેડરોએ સૈનિકો પર ગોળીબાર કર્યો. જવાબમાં સૈનિકોએ પણ યોગ્ય જવાબ આપ્યો અને તેમના 10 ઉગ્રવાદીઓને મારી નાખ્યા. સેના અધિકારીએ કહ્યું કે તેમને ગુપ્તચર સૂત્રો પાસેથી માહિતી મળી હતી, ત્યારબાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે સફળ પણ રહ્યું હતું.
કેડરોની હિલચાલની ગુપ્ત માહિતી
ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડે ટ્વિટ કર્યું, ભારત-મ્યાનમાર સરહદ નજીક ચંદેલ જિલ્લાના ખેંગજોય તહસીલના ન્યુ સમતલ ગામ નજીક સશસ્ત્ર કેડરોની હિલચાલની ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, સ્પીયર કોર્પ્સ હેઠળના આસામ રાઇફલ્સ યુનિટે 14 મે 2025 ના રોજ એક ઓપરેશન શરૂ કર્યું.
Eastern Command, Indian Army tweets, "Acting on specific intelligence on movement of armed cadres nearby New Samtal village, Khengjoy Tehsil, Chandel District near the Indo-Myanmar Border, Assam Rifles unit under Spear Corps launched an operation on 14 May 2025. During the… pic.twitter.com/AErNdVSDb3
— ANI (@ANI) May 14, 2025
કેડરો દ્વારા કરવામાં આવી હતી ગોળીબાર
ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડે કહ્યું કે સૈનિકો પર શંકાસ્પદ કેડર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેનો તેઓએ તાત્કાલિક જવાબ આપ્યો. તેઓએ પોતાને ફરીથી તૈનાત કર્યા અને સંયમિત રીતે જવાબ આપ્યો. આ એન્કાઉન્ટરમાં 10 કેડર માર્યા ગયા હતા અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. ઓપરેશન હજુ પણ ચાલુ છે.






