ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે દુશ્મન પર તેની ઇલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતા થકી અજોડ પ્રભાવ છોડ્યો હતો. હવે, ભારત તેની ગુપ્તચર અને દેખરેખ ક્ષમતાઓને નવા યુગમાં પ્રવેશ આપવા તૈયાર છે. 3 જુલાઈ, 2025ના રોજ સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) દ્વારા ₹10,000 કરોડના ISTAR પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટ હેઠળ ભારતીય વાયુસેનાને ત્રણ અતિઆધુનિક ISTAR વિમાનો મળશે – જેને ‘સુપર સ્પાય એરક્રાફ્ટ’ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.
ઓપરેશન સિંદૂર: એ ઉદાહરણ
ભારતના ઇલેક્ટ્રોનિક યુદ્ધી સિદ્ધાંતોનું તાજું ઉદાહરણ ઓપરેશન સિંદૂર છે, જ્યાં:
લાહોર સ્થિત રડાર અને SAM સિસ્ટમનો નાશ કરાયો
પાકિસ્તાનના બે સર્વેલન્સ વિમાનો ને નીચે ઉતારવામાં આવ્યા
જેના કારણે 7 મે પછી PAF દ્વારા કોઈ પણ ફાઇટર વિમાન ઉડાવવામાં આવ્યું નહોતું
આ પ્રહારો ભારતીય વાયુસેનાની સશક્ત ઇલેક્ટ્રોનિક જામીંગ, દેખરેખ અને લક્ષ્ય ભેદક ક્ષમતાને દર્શાવે છે.
ISTAR: ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ, ટાર્ગેટ એક્વિઝિશન અને રિકોનિસન્સ પ્લેટફોર્મ
ISTAR માત્ર એક સર્વેલન્સ પ્લેન નથી – તે છે:
એરબોર્ન 'સુપર કમ્પ્યુટર'
તેમાં DRDO દ્વારા વિકસિત એલગોરિધમ આધારિત real-time ડેટા એનાલિસિસ
સામેલ છે:
Electro-Optical Sensor Systems
Synthetic Aperture Radar (SAR)
Signals Intelligence (SIGINT)
Electronic Intelligence (ELINT)
આ તમામ તત્વો AI અને મશીન લર્નિંગથી ચાલે છે – જે તરત જ ગુપ્તચર માહિતી વિશ્લેષણ કરે છે અને ગ્રાઉન્ડ કમાન્ડર્સ સુધી રિયલ ટાઇમ માહિતી પહોંચાડે છે.
સ્વદેશી ટેક્નોલોજી સાથે આત્મનિર્ભર ભારતનું પ્રતિક
આ 'સુપર સ્પાય' વિમાનોમાં વિશ્વસ્તરિય પ્લેટફોર્મ અને સંપૂર્ણ સ્વદેશી સેન્સર સિસ્ટમો સામેલ હશે
DRDO અને HAL જેવા ભારતીય સંસ્થાઓ દ્વારા વિકાસ પામેલા ઉપકરણો જોડાશે
ISTAR વિમાનો ભારતના આંતરિક સંઘર્ષો થી લઈને સરહદી લાઈનો સુધી વ્યૂહાત્મક દેખરેખ માટે કામ કરી શકે છે





