Home International India Warned Its Citizens Not To Leave Iran Amid Violent Protests In Iran Latest Update

ઈરાનમાં રહેતા ભારતીયો બહાર ન નીકળે : હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ભારત સરકારે કડક આપી ચેતવણી

ઈરાનમાં રહેતા ભારતીયો બહાર ન નીકળે
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2026, 12:50 PM IST

Iran Protest: ઈરાનમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે કડક ચેતવણી જાહેર કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે કહ્યું કે ભારત ઈરાનમાં ચાલતા ઘાતક વિરોધ પ્રદર્શનો પર બાજ નજર રાખી રહ્યું છે. તેમણે ભારતીય નાગરિકો, વિશેષ રૂપે ત્યાં રહેતા પ્રવાસી ભારતીયો અને વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તે 'બહાર ના નીકળે' અથવા પોતે અશાંતિ વચ્ચે ન ફસાય.

જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્જની ભારતની પહેલી યાત્રા બાદ એક વિશેષ મીડિયા બ્રીફ્રીંગમાં વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે અમે ઈરાનમાં ચાલતા ઘટનાક્રમો પર નજર રાખી રહ્યા છીએ... ઈરાનમાં પ્રવાસી ભારતીયો અને ભારતથી આવેલા વિદ્યાર્થીઓ એક મહત્વપૂર્ણ સમુદાય છે. તેમણે જણાવ્યું કે ભારતીય દૂતાવાસએ વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો સાથે સંપર્ક કર્યો છે અને તે સુરક્ષિત છે, પરંતુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

તેમણે વધુમાં કહેવામાં આવ્યું કે લાગુ પ્રતિબંધો છતાં પણ આપના દૂતાવાસે વિદ્યાર્થી સમુદાય સાથે સંપર્ક કર્યો છે અને જણાવ મળ્યું છે કે તેઓ સુરક્ષિત અને બધુ કુશળ-મંગળ છે સાથે અત્યાર સુધીમક તેમણે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નથી કરવો પડ્યો. તેમણે કહ્યું કે અમે ત્યાં રહેલા આપણા તમામ દેશવાસીઓને સલાહ આપી છે કે તેઓ બહાર ન નીકળે અને અશાંતિમાં ન ફસાય.

તમને જણાવી દઈએ કે ઈરાનમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો પર કાર્યવાહીમાં ઓછામાં ઓછા 544 લોકોના મોત થયા છે ત્યારે માનવધિકાર કાર્યકરતોઓએ રવિવારે કહ્યું હતું કે આંકડો આના કરતાં ઘણો વધારે હોઇ શકે છે. અમેરિકાની એક ન્યૂઝ એજન્સી અનુસાર છેલ્લા બે અઠવાડિયાથી ચાલતા પ્રદર્શન દરમિયાન 10600 થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એજન્સી અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાં 496 પ્રદર્શનકારી અને 48 સૂર્યક્ષબળોના સભ્યો હતા.

નોંધનીય છે કે ઈરાનમાં ઈન્ટરનેટ સેવાઓ અને ફોન લાઈનો કાપી નાખવામાં આવી હોવાથી વિદેશથી આ વિરોધ પ્રદર્શનોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું વધુ મુશ્કેલ બન્યું છે. એસોસિએટેડ પ્રેસ સ્વતંત્ર રીતે મૃત્યુઆંકની પુષ્ટિ કરી શક્યું નથી. ઈરાની સરકારે હજુ સુધી કુલ જાનહાનિના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now