ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચે થયેલો ઐતિહાસિક Comprehensive Economic and Trade Agreement (CETA) આજથી એટલે કે 15 જુલાઈ 2026થી અમલમાં આવ્યો છે. આ વેપાર કરારથી સામાન્ય ગ્રાહકોથી લઈને વેપારીઓ અને નિકાસકારો સુધી દરેકને મોટો લાભ થવાની અપેક્ષા છે. ખાસ કરીને બ્રિટનમાંથી આયાત થતા સ્કોચ વ્હિસ્કી, જિન, ચોકલેટ, બિસ્કિટ, કોસ્મેટિક્સ અને કેટલીક બ્રિટિશ કારો પર લાગતા આયાત શુલ્કમાં તબક્કાવાર ઘટાડો થશે. બીજી તરફ ભારતીય ઉત્પાદનોને બ્રિટિશ બજારમાં સરળતાથી પ્રવેશ મળશે, જેનાથી નિકાસ અને રોજગારીમાં વધારો થવાની સંભાવના છે.
સ્કોચ વ્હિસ્કી અને બ્રિટિશ કાર થશે સસ્તી
નવી ટ્રેડ ડીલનો સૌથી મોટો ફાયદો બ્રિટનમાંથી આયાત થતા પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર જોવા મળશે.
હાલમાં ભારતમાં સ્કોચ વ્હિસ્કી પર લગભગ 150 ટકા આયાત શુલ્ક વસૂલવામાં આવે છે. નવા કરાર હેઠળ આ શુલ્કને પ્રથમ તબક્કામાં 75 ટકા સુધી ઘટાડવામાં આવશે અને આગામી 10 વર્ષમાં તે ઘટીને 40 ટકા રહેશે.
તે જ રીતે બ્રિટિશ કારો પર હાલ લાગતો 110 ટકા સુધીનો આયાત શુલ્ક પણ તબક્કાવાર ઘટાડીને 10 ટકા સુધી લાવવામાં આવશે. આ લાભ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કારોને પણ મળશે. પરિણામે ભવિષ્યમાં બ્રિટિશ લક્ઝરી કારોની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.
ચોકલેટ, બિસ્કિટ અને કોસ્મેટિક્સ પણ થશે સસ્તા
ટ્રેડ એગ્રીમેન્ટ અમલમાં આવ્યા બાદ બ્રિટનથી આયાત થતા અનેક FMCG અને પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર પણ આયાત શુલ્કમાં ઘટાડો થશે.
તેમાં મુખ્યત્વે
Scotch Whisky
Gin
Chocolate
Biscuits
Cosmetics
Premium Food Products જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
આયાત શુલ્ક ઘટતા આગામી મહિનાઓમાં બજારમાં આ પ્રોડક્ટ્સના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે, જેના કારણે ગ્રાહકોને સીધો લાભ મળશે.
ભારતીય નિકાસકારો માટે ખુલશે નવી તકો
આ વેપાર કરારનો સૌથી મોટો લાભ ભારતીય નિકાસકારોને મળશે. કરાર મુજબ ભારત પોતાના લગભગ 99 ટકા ઉત્પાદનો બ્રિટનમાં આયાત શુલ્ક વિના મોકલી શકશે, જેના કારણે ભારતીય કંપનીઓની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનશે. ખાસ કરીને નીચેના ક્ષેત્રોને મોટો લાભ મળવાની શક્યતા છે.
Textiles
Ready-made Garments
Leather Products
Footwear
Seafood
Sports Goods
Toys
Gems & Jewellery
Engineering Goods
Auto Parts
Organic Chemicals
આ ક્ષેત્રોમાં નિકાસ વધવાથી ઉત્પાદન, રોકાણ અને રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે.
ખેડૂતો અને ડેરી ઉદ્યોગના હિતોનું પણ રક્ષણ
ભારત સરકારે આ કરારમાં સ્થાનિક ખેડૂતો અને ડેરી ઉદ્યોગના હિતોને ધ્યાનમાં રાખીને કેટલાક સંવેદનશીલ કૃષિ ઉત્પાદનોને કરારની બહાર રાખ્યા છે.
તેમાં મુખ્યત્વે
Dairy Products
Sugar
Rice
Apple
Cheese
Chicken
Pork
Eggs
જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ નિર્ણયનો હેતુ ભારતીય ખેડૂતો અને ડેરી ઉદ્યોગને સસ્તા વિદેશી ઉત્પાદનોની સ્પર્ધાથી સુરક્ષિત રાખવાનો છે.
2040 સુધી વેપારમાં મોટો વધારો થવાની આશા
અંદાજ મુજબ ભારત અને યુકે વચ્ચેનો આ ઐતિહાસિક વેપાર કરાર આગામી વર્ષોમાં બંને દેશોના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. અનુમાન છે કે વર્ષ 2040 સુધી બંને દેશો વચ્ચેના કુલ વેપારમાં લગભગ 39 ટકા સુધીનો વધારો થઈ શકે છે. તેના પરિણામે દર વર્ષે અબજો પાઉન્ડનો વધારાનો વેપાર થશે, જ્યારે ભારત માટે નિકાસ, રોકાણ અને રોજગારીની નવી તકો પણ સર્જાશે.





