Home Business India Gold Imports Forex Reserve Explained Gujarati

ભારતીયો જો એક વર્ષ સુધી સોનું ખરીદવાનું બંધ કરી દે તો શું થશે? : દેશનો 'ખજાનો' વધશે કે ઘટશે? જાણો સંપૂર્ણ ગણિત

Gold Imports India
Published by: Viral Patel
Last Updated: May 11, 2026, 02:36 PM IST

Gold Imports India: પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને એક હટકે અપીલ કરી છે-‘એક વર્ષ સુધી સોનું ન ખરીદો, વિદેશ યાત્રા ટાળો અને જ્યાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમ કરો.’ પહેલી નજરે આ એક સામાન્ય સલાહ લાગી શકે છે, પરંતુ તેની પાછળ અબજો ડોલરનું એવું ગણિત છુપાયેલું છે, જે ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે છે. ઈરાન યુદ્ધ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવ વચ્ચે સોનાનું શું કનેક્શન છે? ચાલો સમજીએ.

ફોરેક્સનું ગણિત: ડોલરની આવક ઓછી, જાવક વધારે

ભારતનું વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) હાલમાં આશરે 691 બિલિયન ડોલર છે. સાંભળવામાં આ રકમ મોટી લાગે છે, પરંતુ સંકટ ઊંડું છે. IMF મુજબ, વર્ષ 2026 માં ભારતની ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) 84.5 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. તેનો અર્થ એ છે કે આપણે જેટલા ડોલર કમાઈ રહ્યા છીએ, તેના કરતા વધુ ખર્ચ કરી રહ્યા છીએ.

PM ના એક નિવેદનમાં ગોલ્ડ માર્કેટમાં કેમ મચ્યો હડકંપ? : જાણો આજે ગોલ્ડ માર્કેટમાં શું છે લેટેસ્ટ ભાવ

સોનાનો બોજ

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સોનાનો ખરીદદાર દેશ છે. નાણાકીય વર્ષ 2026 માં આપણે 72 બિલિયન ડોલર (આશરે 6 લાખ કરોડ રૂપિયા) ના સોનાની આયાત કરી હતી. આ તમામ ચૂકવણી ડોલરમાં કરવામાં આવી હતી, જેના કારણે આપણો વિદેશી ખજાનો ખાલી થઈ રહ્યો છે.

ઈરાન યુદ્ધ અને 100 ડોલરનું તેલ

અમેરિકા-ઈરાન તણાવને કારણે કાચું તેલ (Crude Oil) પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયું છે. ભારત તેની જરૂરિયાતનું 88% તેલ આયાત કરે છે. યુદ્ધના સમયે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનું ખરીદવાનું પસંદ કરે છે, જેનાથી સોનાના ભાવ વધે છે અને આપણું આયાત બિલ પણ વધે છે.

સોમનાથ અમૃત પર્વે દેશને મળ્યો વિશેષ સ્મારક સિક્કો : જાણો તેની ખાસિયતો

રૂપિયા પર દબાણ

જ્યારે ગોલ્ડ ઈમ્પોર્ટર્સ માર્કેટમાંથી ડોલર ખરીદે છે, ત્યારે ડોલરની માંગ વધે છે અને તેના કારણે રૂપિયો નબળો પડે છે. પીએમ મોદી ઈચ્છે છે કે આપણે સોનું ન ખરીદીને તે ડોલર બચાવીએ, જેથી મોંઘું કાચું તેલ ખરીદી શકાય અને અર્થતંત્ર પર ભાર ન પડે.

જો દેશ આ વાત માની લે... તો શું થશે?

નિષ્ણાતોના મતે, જો ભારતીયો એક વર્ષ માટે સોનાની ખરીદી પર નિયંત્રણ લાવે, તો ચમત્કાર થઈ શકે છે. 30-40% ઓછી ખરીદી: જો ખરીદી આટલી ઘટે તો 20-25 બિલિયન ડોલરની બચત થઈ શકે છે. 50% ઓછી ખરીદી: જો ખરીદી અડધી થઈ જાય તો 36 બિલિયન ડોલર બચાવી શકાય છે.

Gold Silver Price Today : નવા અઠવાડિયાની શરૂઆતમાં જ સોના-ચાંદીના ભાવ ગગડ્યા, જાણો આજનો લેટેસ્ટ દર

આ બચત આપણી કુલ ખાધનો અડધો હિસ્સો એકલા હાથે કવર કરી શકે છે. પરિણામે રૂપિયો મજબૂત થશે અને મોંઘવારી પર લગામ લાગશે. આમ, સોનું ન ખરીદવાનો નિર્ણય એ માત્ર વ્યક્તિગત બચત નથી, પણ દેશના ખજાનાને બચાવવાનું એક મોટું પગલું સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now