Home Business Gautam Adani Cii Summit 2026 India Ai Energy Vision Gujarati

'એનર્જી અને ડિજિટલ સિક્યોરિટી જ હવે દેશની અસલી તાકાત' : મિડલ ઈસ્ટ સંકટ પર ગૌતમ અદાણીનું મોટું નિવેદન

CII Annual Business Summit 2026
Published by: Viral Patel
Last Updated: May 11, 2026, 11:58 AM IST

CII Annual Business Summit 2026 : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાઓએ એ સ્પષ્ટ કરી દીધું છે કે એનર્જી (ઊર્જા) અને ડિજિટલ સિક્યોરિટી હવે કોઈપણ દેશની તાકાતના બે સૌથી મહત્વના પાયા બની ગયા છે.

નવી દિલ્હીમાં આયોજિત CII એન્યુઅલ બિઝનેસ સમિટ 2026ના સ્પેશિયલ પ્લેનરી સેશનમાં ગૌતમ અદાણીએ ઉદ્યોગ જગત અને બજારના દિગ્ગજોને સંબોધિત કર્યા હતા. ગ્લોબલ ઇકોનોમી, ભૌગોલિક રાજકીય તણાવ, ભારત@100 વિઝન અને ભવિષ્યની ગ્રોથ સ્ટ્રેટેજી જેવા મુદ્દાઓ પર તેમણે ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: PM ના એક નિવેદનમાં ગોલ્ડ માર્કેટમાં કેમ મચ્યો હડકંપ? : જાણો આજે ગોલ્ડ માર્કેટમાં શું છે લેટેસ્ટ ભાવ

નેશનલ સિક્યોરિટી હવે સર્વોચ્ચ પ્રાથમિકતા

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દાયકાથી દુનિયાને એવું સમજાવવામાં આવ્યું હતું કે વિશ્વ 'ફ્લેટ' (એકસમાન) અને ખુલ્લું બની ગયું છે. એવું માનવામાં આવતું હતું કે સપ્લાય ચેઈન હંમેશા ખુલ્લી રહેશે અને ટેકનોલોજી સરહદોથી પર હશે. પરંતુ હવે ચિત્ર બદલાયું છે. તેમણે ઉમેર્યું, "હવે જે દુનિયા ઉભરી રહી છે તે ફ્લેટ નહીં પણ 'ફ્રેક્ચર્ડ' (વહેંચાયેલી) છે. હવે સપ્લાય ચેઈન રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે. સેમિકન્ડક્ટર હવે માત્ર ટેકનોલોજી નથી પરંતુ વ્યૂહાત્મક શક્તિ (Strategic Power) બની ગયા છે. ડેટાને નેશનલ રિસોર્સ તરીકે જોવામાં આવે છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સુરક્ષિત ડેટા સેન્ટર્સની દિવાલો પાછળ વિકસાવવામાં આવી રહી છે."

એનર્જી અને ડિજિટલ સિક્યોરિટી: શક્તિના નવા પાયા

ગૌતમ અદાણીએ કહ્યું કે જે દેશ પોતાની ઉર્જા પર નિયંત્રણ રાખશે, તે જ તેના ઔદ્યોગિક ભવિષ્યને આગળ વધારશે. જે દેશ કમ્પ્યુટિંગ અને ટેકનોલોજી પર નિયંત્રણ રાખશે, તે જ AI ના ભવિષ્યને દિશા આપશે. તેમણે આને નવી તાકાતની ભૂમિતિ' (Geometry of Power) ગણાવી હતી. જો 1947 રાજકીય આઝાદીનું પ્રતીક હતું, તો 21મી સદીમાં અસલી સ્વતંત્રતા એ ઉર્જામાં છે જે આપણા ઘરોને રોશન કરે છે અને એ ઇન્ટેલિજન્સમાં છે જે આપણા નિર્ણયો લેવાની દિશા નક્કી કરે છે."

યુએસ અને ચીન પાસેથી ભારત માટે બોધપાઠ

અદાણીએ અમેરિકા અને ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે, ભલે બંનેની રાજકીય વ્યવસ્થા અલગ હોય, પણ લક્ષ્યો સમાન છે. અમેરિકાએ શેલ ઓઈલ અને ગેસ દ્વારા ઉર્જા ક્ષેત્રે મજબૂતી મેળવી, જ્યારે ચીને રિન્યુએબલ એનર્જી અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારત પણ પોતાની જરૂરિયાતો માટે બીજા દેશો પર નિર્ભર રહીને 'આત્મનિર્ભર' ન બની શકે.

આ પણ વાંચો: Gold Silver Price Today : નવા અઠવાડિયાની શરૂઆતમાં જ સોના-ચાંદીના ભાવ ગગડ્યા, જાણો આજનો લેટેસ્ટ દર

ભારતની વૃદ્ધિ અને AIનું ભવિષ્ય

ભારતની ક્ષમતા વિશે વાત કરતા તેમણે કહ્યું માર્ચ 2026 સુધીમાં ભારત 500 ગીગાવોટ પાવર ક્ષમતા વટાવી ચૂક્યું છે અને 2047 સુધીમાં 2000 ગીગાવોટનો લક્ષ્યાંક છે. જેમ UPI એ સામાન્ય લોકોને ડિજિટલ અર્થતંત્ર સાથે જોડ્યા, તેમ AI નવા બિઝનેસ મોડલ બનાવશે. AI માત્ર સોફ્ટવેર નથી, પણ ઉર્જા, ડેટા સેન્ટર અને ચિપ્સનું આખું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

અદાણી ગ્રુપનો માસ્ટર પ્લાન

પોતાના ગ્રુપના યોગદાન વિશે જણાવતા તેમણે કહ્યું કે, અદાણી ગ્રુપ ગુજરાતના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ બનાવી રહ્યું છે. આ ઉપરાંત, ગૂગલ અને માઈક્રોસોફ્ટ સાથે મળીને મોટા ડેટા સેન્ટર કેમ્પસ પર કામ ચાલી રહ્યું છે. ભારતનું AI ભવિષ્ય સુરક્ષિત કરવા માટે તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં જ હોવું અનિવાર્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now