Home International India France Defense Deal 114 Rafale Jets Source Code Ai Semiconductor

ભારત-ફ્રાન્સની ઐતિહાસિક દોસ્તી : 114 રાફેલ જેટ સાથે AI અને 12 નવી ડીલ

India-France Historic Friendship
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 14, 2026, 09:05 AM IST

પીએમ ના જૂન 2026 ના ફ્રાન્સ પ્રવાસથી સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે નવો અધ્યાય શરૂ

વૈશ્વિક રાજનીતિના બદલાતા સમીકરણો વચ્ચે ભારત અને ફ્રાન્સની સદાબહાર દોસ્તી એક નવા શિખરે પહોંચી છે. જૂન 2026 માં વડાપ્રધાનના ફ્રાન્સ પ્રવાસને માત્ર સામાન્ય કાગજી કરારો તરીકે નથી જોઈ શકાતો, કારણ કે આ વખતે બંને દેશો વચ્ચે ખૂબ જ મોટા અને વ્યુહાત્મક નિર્ણયો લેવાયા છે.

આ ડીલમાં ભારત માત્ર 114 રાફેલ (Rafale) લડાકુ વિમાન ખરીદવા જ નથી જઈ રહ્યું, પરંતુ સંરક્ષણના ઇતિહાસમાં પ્રથમ વખત વિમાનનો અત્યંત ગુપ્ત ‘સોર્સ કોડ’ (Source Code) મેળવવાનો ભારતનો પાકો ઈરાદો છે. આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી લઈને સેમિકન્ડક્ટર સુધીના 12 નવા કરારો દેશની સુરક્ષા અને ડિફેન્સ ટેકનોલોજીનો આખો ચહેરો બદલી નાખશે.

ભારત અને ફ્રાન્સ સંબંધોની ઐતિહાસિક સફર

ભારત અને ફ્રાન્સ વચ્ચે સત્તાવાર રાજદ્વારી સંબંધોની શરૂઆત આઝાદી પછી તરત જ વર્ષ 1947 માં થઈ હતી. જોકે, આ મિત્રતાનો સૌથી મોટો વળાંક વર્ષ 1998 માં આવ્યો, જ્યારે ફ્રાન્સ ભારત સાથે વ્યુહાત્મક ભાગીદારી (Strategic Partnership) કરનારો પ્રથમ પશ્ચિમી દેશ બન્યો હતો.

ઇતિહાસ સાક્ષી છે કે વર્ષ 1998 માં જ્યારે ભારતે પોખરણ પરમાણુ પરીક્ષણ કર્યું, ત્યારે અમેરિકા સહિત સમગ્ર વિશ્વએ ભારત પર કડક પ્રતિબંધો લાદી દીધા હતા. તેવા મુશ્કેલ સમયમાં પણ ફ્રાન્સ ભારતની સ્થિતિને સમજીને તેની સાથે મજબૂતીથી ઊભું રહ્યું હતું.

આ પણ વાંચો: 16 મહિના પછી ફરી સામસામે હશે PM મોદી અને ટ્રમ્પ | G-7 સમિટમાં થનારી મુલાકાત પર રહેશે દુનિયાની નજર | Offbeat Stories

ભારત માટે ફ્રાન્સ કેમ સૌથી ભરોસાપાત્ર મિત્ર છે?

વર્તમાન સમયમાં ફ્રાન્સ ભારત માટે માત્ર એક વેપારી ભાગીદાર નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર એક મજબૂત 'વ્યુહાત્મક ઢાલ' સમાન છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:

  • સ્વતંત્ર વિદેશ નીતિની સમાન વિચારધારા: ભારતની જેમ જ ફ્રાન્સ પણ અમેરિકા કે ચીન જેવી મહાશક્તિઓ પાછળ આંખ બંધ કરીને ચાલવાને બદલે પોતાની સ્વાયત્ત વિદેશ નીતિ પર ભરોસો રાખે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ફ્રાન્સે ક્યારેય ભારતના આંતરિક મામલાઓ (જેમ કે કાશ્મીર અથવા નાગરિકતા કાયદો) પર આંગળી ચીંધી નથી.

  • વૈશ્વિક મંચો પર બિનશરતી સમર્થન: ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતની કાયમી સદસ્યતા માટે હંમેશાં અવાજ ઉઠાવતું આવ્યું છે. આ ઉપરાંત, ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG) માં ભારતના પ્રવેશ માટે પણ ફ્રાન્સ સતત પેરવી કરી રહ્યું છે.

હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનનો સાથે મળીને સામનો

હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી સૈન્ય દખલઅંદાજી અને દાદાગીરીને રોકવા માટે ફ્રાન્સ ભારતનું સૌથી મહત્વનું જોડીદાર છે. આ વિસ્તારમાં ફ્રાન્સ પાસે રિયૂનિયન આઇલેન્ડ (Reunion Island) અને મયોટ જેવા વ્યૂહાત્મક ટાપુઓ છે, જ્યાં તેની નૌસેના કાયમી ધોરણે તૈનાત રહે છે.

બંને દેશો વચ્ચે થયેલા 'લોજિસ્ટિક્સ સપોર્ટ એગ્રીમેન્ટ' ના કારણે આજે ભારત અને ફ્રાન્સની સેનાઓ એકબીજાના નૌકાદળ મથકો (Naval Bases) નો ઉપયોગ કરી શકે છે, જે હિંદ મહાસાગરની સુરક્ષા વ્યવસ્થા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now