Home International Brazil Bungee Jumping Accident Girl Dies Without Safety Rope

એડવેન્ચર કંપનીએ દોરડું બાંધ્યા વિના યુવતીને 115 ફૂટ નીચે ફેંકી : યુવતીનું મોત, ચીસાચીસ કરવા લાગ્યા જોનારાઓ, બંજી જમ્પિંગનો રુંવાડા ઊભા કરી દેતો VIDEO

Terrible accident in bungee jumping
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 14, 2026, 07:12 AM IST

એડવેન્ચર કંપનીની લાપરવાહીથી 35 મીટરની ઊંચાઈએથી પટકાતા યુવતીનું કમકમાટીભર્યું મોત

બ્રાઝિલમાં એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં 21 વર્ષની એક યુવતી માટે એડવેન્ચર કરવાનો શોખ જ તેના જીવનનો છેલ્લો દિવસ સાબિત થયો. એક ખાનગી એડવેન્ચર કંપનીની ઘોર બેદરકારીના કારણે, સુરક્ષા દોરડું (બંજી કોર્ડ) બાંધ્યા વિના જ એક યુવતી 35 મીટર (અંદાજે 115 ફૂટ) ની ઊંચાઈએથી નીચે કૂદી પડી હતી. આ ગંભીર અકસ્માતમાં યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.

આ ભયાનક અકસ્માત શનિવારે સવારે બ્રાઝિલના જાણીતા "સ્કેલેટન બ્રિજ" પર બન્યો હતો. મૃતક યુવતીની ઓળખ મારિયા એડ્યુઆર્ડા રોડ્રિગ્સ ડે ફ્રીટાસ તરીકે થઈ છે.

વીડિયો શૂટ કરાવવા માટે ચૂકવ્યા હતા $290

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મારિયાએ આ રોમાંચક બંજી જમ્પનો યાદગાર વીડિયો શૂટ કરાવવા માટે 'એન્ટ્રે કોર્ડાસ' નામની ખાનગી કંપનીને અંદાજે $290 (આશરે Rs 24,500) ની ચૂકવણી કરી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે મારિયાનો વારો આવ્યો તે પહેલાં અન્ય 3 પ્રવાસીઓએ સફળતાપૂર્વક જમ્પ લગાવ્યો હતો અને તેઓ સુરક્ષિત રહ્યા હતા.

પરંતુ મારિયાના વારા સમયે પ્લેટફોર્મ પર હાજર ક્રૂ મેમ્બર્સે સુરક્ષાના નિયમોને સંપૂર્ણપણે નેવે મૂકી દીધા હતા. સ્ટાફે યુવતીને કૂદવાનો ઈશારો કરતા પહેલાં બેઝિક સેફ્ટી ચેક પણ કર્યું નહોતું અને તેઓ એ તપાસવાનું જ ભૂલી ગયા કે તેની કમરે મુખ્ય દોરડું યોગ્ય રીતે બંધાયેલું છે કે નહીં.

115 ફૂટ નીચે પડતા જ મચી ગઈ ચીસાચીસ

પુલ પર હાજર અન્ય પ્રવાસીઓ જ્યારે આ આખી ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મારિયાએ પ્લેટફોર્મ પરથી જેવી છલાંગ લગાવી, કે તરત જ હવામાં તેનો કોઈ સપોર્ટ ન હોવાથી લોકો સમજી ગયા કે તેની સાથે દોરડું જોડાયેલું નથી. આ નજારો જોઈને સ્ટેડિયમ સમાન બ્રિજ પર હાજર લોકોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી. ઇન્સ્ટ્રક્ટર્સને પોતાની ભયાનક ભૂલનો અહેસાસ થયો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને મારિયા સીધી પથ્થરો પર પટકાઈ હતી.

નીચે જુઓ આખો વીડિયો….

ઘટનાસ્થળેથી ભાગતા 6 સ્ટાફ મેમ્બર્સની ધરપકડ

દુર્ઘટના સર્જાયા બાદ કંપનીના સ્ટાફ મેમ્બર્સના હાથ-પગ ફૂલી ગયા હતા. પોતાની ભૂલ છુપાવવા માટે તેઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટવાની ફિરાકમાં હતા. જોકે, ત્યાં હાજર લોકો અને સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને ભાગી રહેલા આરોપીઓને પકડી પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગંભીર લાપરવાહીના મામલે અત્યાર સુધીમાં સ્ટાફના 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ સ્કેલેટન બ્રિજ છેલ્લા અંદાજે 3 દાયકાથી ત્યજી દેવાયેલો અને બંધ હાલતમાં હતો, પરંતુ સોશિયલ મીડિયાના કારણે તાજેતરમાં તે પ્રવાસીઓ માટે ગેરકાયદેસર એડવેન્ચરનું હોટસ્પોટ બની ગયો હતો, જ્યાં સરકારનું કોઈ સત્તાવાર નિયમન નહોતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now