Home Business India Forex Reserves Hit All Time High Before Budget 2026

બજેટ પહેલા આવી છે ખુશખબર : વિદેશી હૂંડિયામણના ભંડારે તોડ્યા તમામ રેકોર્ડ

બજેટ પહેલા આવી છે ખુશખબર
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 03:53 PM IST

કેન્દ્રીય બજેટ 2026 રજૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારત માટે વૈશ્વિક સ્તરે ગૌરવ વધારનારા સમાચાર સામે આવ્યા છે. શેરબજારમાં ચાલતી ઉથલપાથલ અને Currency માર્કેટમાં રૂપિયાના મૂલ્યમાં જોવા મળતા બદલાવ વચ્ચે દેશની તિજોરી છલકાઈ ગઈ છે. ભારતના આ આર્થિક પાવરને જોઈને અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump સહિત ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોમાં પણ ખળભળાટ મચી શકે છે. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર નવા ઐતિહાસિક સ્તરે પહોંચતા હવે દેશ કોઈપણ આર્થિક આંચકા સામે લડવા માટે વધુ સક્ષમ બન્યો છે.

Forex Reservesમાં તોતિંગ ઉછાળો

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડાઓ અનુસાર 23 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ 8.05 અબજ ડોલર વધીને 709.41 અબજ ડોલરની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું છે. આ અગાઉના સપ્તાહે પણ ભંડારમાં 14.16 અબજ ડોલરનો મોટો વધારો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2024માં આ આંકડો 704.89 અબજ ડોલર રહ્યો હતો પરંતુ રૂપિયાના મૂલ્યને સ્થિર રાખવા માટે સેન્ટ્રલ બેંકે ડોલર રિલીઝ કરતા ભંડારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો જે હવે ફરી રિકવર થઈ ગયો છે.

સોનાના ભંડારમાં પણ જંગી વૃદ્ધિ

વિદેશી મુદ્રા ભંડારના વિવિધ ઘટકોની વાત કરીએ તો Foreign Currency Assets એટલે કે FCA માં 2.36 અબજ ડોલરનો વધારો થતા તે 562.88 અબજ ડોલર પર પહોંચ્યું છે. આ અસ્કયામતોમાં Euro, Pound અને Yen જેવી કરન્સીમાં થતા ફેરફારની અસર પણ સામેલ હોય છે. બીજી તરફ ભારતની શક્તિમાં વધારો કરતા Gold Reserves ના મૂલ્યમાં 5.63 અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે જેના કારણે હવે દેશનું કુલ સોનાનું ભંડાર 123.08 અબજ ડોલર થઈ ગયું છે. આ ઉપરાંત SDR માં 3.3 કરોડ ડોલરની વૃદ્ધિ સાથે તે 18.73 અબજ ડોલર અને IMF પાસે રહેલી ભારતની અનામત રાશિ 4.70 અબજ ડોલર પર પહોંચી છે.

વિકસિત ભારત તરફ મજબૂત ડગલાં

વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું ભારત અત્યારે Make in India અભિયાન હેઠળ Manufacturing ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે. અમેરિકા દ્વારા લાદવામાં આવતા સંભવિત ટેરિફની અસરને બેઅસર કરવા માટે ભારત અત્યારે EU અને બ્રિટન જેવા દેશો સાથે FTA એટલે કે મુક્ત વ્યાપાર સમજૂતી કરવા પર ભાર મૂકી રહ્યું છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દેશની GDP Growth આશરે 8% ના દરે જળવાઈ રહે તે જરૂરી છે. આ મજબૂત વિદેશી હૂંડિયામણ આગામી બજેટમાં સરકારને કડક આર્થિક સુધારાઓ અને રોકાણ વધારવા માટે મોકળું મેદાન પૂરું પાડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now