Home Sports India Created History By Winning The First Match Against New Zealand Beating New Zealand By 48 Runs After Setting The Highest Target

IND vs NZ 1st T20I : ભારતે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ મેચ જીતીને બનવ્યો ઇતિહાસ, સૌથી મોટો ટાર્ગેટ આપીને ન્યૂઝીલેન્ડને 48 રને હરાવ્યું

IND vs NZ 1st T20I
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 04:22 AM IST

India Win 1st T20I Match Against New Zealand: નાગપુરમાં રમાયેલી IND vs NZ પ્રથમ T20I મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 48 રને હરાવીને પાંચ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 238 રન બનાવ્યા, જે કિવી ટીમ સામે ભારતનો T20માં સૌથી મોટો સ્કોર છે. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે 78 રનની શાનદાર ઇનિંગ રમી, પરંતુ ટીમ 190/7 પર અટકી ગઈ.

અભિષેક શર્માની ધમાકેદાર ઇનિંગ, ભારતનો રેકોર્ડબ્રેકિંગ ટોટલ

ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું. અભિષેક શર્માએ 35 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જે મેચનો ટર્નિંગ પોઇન્ટ રહ્યો. સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 32 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 25 અને રિંકુ સિંહે અણનમ 44 રન (20 બોલ) બનાવીને ઇનિંગને આગળ વધારી. પાવરપ્લેમાં 8.4 ઓવરમાં 100 રન પૂરા થયા, પરંતુ અંતિમ ઓવરોમાં ભારત 250ના આંકડાને છૂટી ગયું. આ સ્કોર કિવીઝ સામે ભારતનો રેકોર્ડ છે.

ન્યૂઝીલેન્ડની ખરાબ શરૂઆત, ફિલિપ્સનો પ્રયાસ નિષ્ફળ

રન ચેઝમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી. પહેલી જ બોલે ડેવોન કોન્વે (0) આઉટ થયો. બીજા ઓવરમાં રચિન રવિંદ્ર 1 રને પેવેલિયન પરત ફર્યો. ટિમ રોબિન્સને 21 રને આઉટ થયા. ગ્લેન ફિલિપ્સે 40 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 78 રન બનાવીને એકલા પ્રયાસ કર્યો, પરંતુ અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા. 14મા ઓવરમાં ફિલિપ્સ આઉટ થતાં હાર નિશ્ચિત થઈ ગઈ. ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં 7 વિકેટે 190 રન જ બનાવી શક્યું.

વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેના બે-બે વિકેટ, ભારતની શાનદાર બોલિંગ

ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું. વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ 2-2 વિકેટ લીધા. અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે પણ મહત્વના વિકેટ ઝડપ્યા. ભારતે બે કેચ અને એક રન આઉટની તક ગુમાવી, પરંતુ એકંદરે ડોમિનેટ કર્યું. અભિષેક શર્માએ 2 કેચ પણ લીધા અને મેચમાં બે વિકેટ પણ લીધા.

T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ભારતની મજબૂત શરૂઆત

આ જીત T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીમાં ભારત માટે મોટી રાહત છે. સૂર્યકુમાર યાદવની ફોર્મ અને યુવા ખેલાડીઓનું પ્રદર્શન પ્રોત્સાહનરૂપ રહ્યું. ન્યૂઝીલેન્ડને હવે બીજી મેચમાં પરત ફરવું પડશે. બીજી T20I રાયપુરમાં રમાશે. ભારતીય ટીમની આ શાનદાર જીતથી ફેન્સમાં ઉત્સાહ વધ્યો છે અને સિરીઝ જીતવાની આશા મજબૂત થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now