Home Business India Achieved A New Milestone Became One Of The Top Smartphone Suppliers For America

અમેરિકા માટે ભારત બન્યું સૌથી મોટા સ્માર્ટફોન સપ્લાયર્સમાંથી એક : આ જાણીને ફરી ટ્રમ્પના પેટમાં રેડાયું તેલ

અમેરિકા માટે ભારત બન્યું સૌથી મોટા સ્માર્ટફોન સપ્લાયર્સમાંથી એક
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 06:09 AM IST

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે જણાવ્યું કે ભારત હવે અમેરિકાને સ્માર્ટફોનનો સૌથી મોટો સપ્લાયર બની ગયો છે. સાથે જ દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને તે 12 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

બેંગલુરુમાં 22,800 કરોડ રૂપિયાના મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં ભારતનું ઇલેક્ટ્રોનિક ઉત્પાદન છ ગણું વધ્યું છે, જ્યારે ઇલેક્ટ્રોનિક નિકાસ આઠ ગણું વધીને 3 લાખ કરોડ રૂપિયા થઈ છે. હાલમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ છે.

ઉત્પાદનમાં ક્રાંતિ
2014માં દેશમાં માત્ર 2 સ્માર્ટફોન ઉત્પાદન એકમો હતા, જ્યારે આજે તેમની સંખ્યા 300 થી વધુ છે. 2014-15માં ભારતમાં વેચાતા માત્ર 26% સ્માર્ટફોન સ્થાનિક સ્તરે બનાવાતા હતા, જ્યારે હાલમાં આ આંકડો 99.2% પર પહોંચી ગયો છે.

PLI યોજનાનો ફાયદો
કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદાના જણાવ્યા અનુસાર, મોબાઇલ ફોનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 1 એપ્રિલ 2020થી શરૂ કરાયેલી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાએ અત્યાર સુધીમાં 12,390 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષ્યું છે.

ભારતની આ સિદ્ધિને વૈશ્વિક મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ મજબૂત સ્થિતિ તરીકે જોવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now