india 79th independence day :15 ઓગસ્ટ 2025ના રોજ આપણો દેશ આઝાદીના 78 વર્ષ પૂર્ણ કરશે. 1947માં બ્રિટીશ શાસનથી સ્વતંત્ર થયા પછી સમગ્ર ભારતમાં 15મી ઓગસ્ટે ગર્વ, આદર અને દેશભક્તિ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં છે. આ પ્રસંગે શાળાઓ, કોલેજો અને વિવિધ સમાજિક સંસ્થાઓ તેમજ જાહેર સ્થળો પર ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભાષણ અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે, આ ફક્ત એક સ્પર્ધા નથી હોતી પરંતુ તેમના માટે દેશના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યને સમજવા અને તે સમજણને શબ્દોમાં વ્યક્ત કરવાની સુવર્ણ તક પણ હોય છે. ત્યારે આ વર્ષે અમે તમારા માટે આવા 10 સંબોધન પોઈન્ટ જણાવીશું કે જે માત્ર દેશભક્તિ નહીં પરંતુ તમારી વિચારસરણીને પણ નવી દિશા આપશે.
1
78 વર્ષમાં ભારતની પ્રગતિ; આપણા દેશે વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત, અવકાશ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી છે
2
ભારતની યુવા ભવિષ્યની ઓળખ: આપણા દેશ ભારતમાં યુવા વસ્તી એ આપણી એક મોટી ઉપલબ્ધિ છે
3
સ્વતંત્રતા અને લોકશાહી વચ્ચેનો સંબંધ; સ્વતંત્રતાએ આપણને મતદાનનો અધિકારી અપવ્યો છે
4
વિવિધતામાં એકતા; ભાષાકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને એક તાકાત છે
5
આજના ભારતમાં સ્વતંત્રતાનો અર્થ; શિક્ષણ, સમાનતા, આર્થિક વિકાસ અને વ્યક્તિગત અધિકારોની ચર્ચા કરવા માટે રાજકીય સ્વતંત્રતા
6
પર્યાવરણીય સંરક્ષણ અને સ્વતંત્રતા; સ્વચ્છ ભારત અને હરિયાળા ભારત તરફ પ્રયાણ
7
ભારતની મહિલા સ્વાતંત્ર્ય સેનાની: રાણી લક્ષ્મીબાઈ, મેડમ ભીખાજી કામા, અરુણા આસફ અલી જેવી બહાદુર મહિલાઓની પ્રેરણાદાયી કથાઓ
8
રમતગમતમાં ભારતનો ઉદય; આઝાદી બાદ ઓલિમ્પિક અને વિશ્વ રમતગમતમાં ભારતની સિદ્ધિઓ
9
ભારતની આઝાદીની સફર; 1857ના બળવાથી લઈને 1942ના ભારત છોડો ચળવળ સુધી, મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ અને નેહરુ જેવા નેતાઓની મહત્વની ભૂમિકા
10
ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભર ભારત; ગામડાઓના વિકાસને દેશની વાસ્તવિક તાકાત






