Home Sports Ind Vs Sa Kuldeep Yadav And Prasidh Krishnas Explosive Bowling

IND vs SA; Kuldeep Yadav અને Prasidh Krishna ની ધમાકેદાર બોલિંગ! : વિશાખાપટ્ટનમમાં ભારતે બોલિંગ પસંદ કરી, Quinton de Kock ની શાનદાર સદી

IND vs SA; Kuldeep Yadav અને Prasidh Krishna ની ધમાકેદાર બોલિંગ!
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 12:00 PM IST

IND vs SA: વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ODI સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક ખાસ ક્ષણ લઈને આવી. કેપ્ટન કે. એલ રાહુલે ટોસ જીત્યો! આ જીત સામાન્ય ન હતી, કારણ કે, ભારતીય ટીમે 20 વન-ડે મેચો બાદ પ્રથમ વખત ટોસ જીત્યો હતો. છેલ્લે ભારતે 2023 ના ODI વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીત્યો હતો. બે વર્ષ બાદ ટોસ જીત્યા બાદ ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જેના પગલે સાઉથ આફ્રિકાની ટીમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી.

પ્લેઇંગ-xi માં ફેરફાર

ભારતીય ટીમમાં વોશિંગ્ટન સુંદરના સ્થાને યુવા બેટ્સમેન તિલક વર્માને તક આપવામાં આવી. બીજી તરફ, ઈજાગ્રસ્ત નાન્દ્રે બર્ગર અને ટોની ડી જ્યોર્જીના બદલે સાઉથ આફ્રિકાની પ્લેઇંગ-xi માં રેયાન રિકેલ્ટન અને ઓટ્ટનીલ બાર્ટમેનને સ્થાન મળ્યું.

ભારત (IND): કે. એલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

સાઉથ આફ્રિકા (SA): ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રેયાન રિકલ્ટન એડન માર્કરમ, મેથ્યુ બ્રીટ્ઝકી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, ઓટ્ટનીલ બાર્ટમેન અને લુંગી એન્ગિડી.

સાઉથ આફ્રિકાની બેટિંગ: ડી કૉકની ધમાકેદાર સેંચુરી

સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી, જેમાં ઓપનર રાયન રિકેલ્ટન પહેલી જ ઓવરમાં 0 પર આઉટ થયો. જોકે, વિકેટકીપર ક્વિન્ટન ડી કોકએ એક છેડો સંભાળીને શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું.

ડી કૉકની કારકિર્દીની 23 મી સેંચુરી 89 બોલમાં 106 રનની ધમાકેદાર ઇનિંગ રમીને પૂર્ણ કરી, જેમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. ભારત સામે તેની આ સાતમી સેંચુરી છે. કેપ્ટન બાવુમાએ 66 બોલમાં 48 રન બનાવ્યા અને આ દરમિયાન તેને વનડેમાં 2 હજાર રન પૂરા કર્યા. નિયમિત વિકેટો ગુમાવવાને કારણે સાઉથ આફ્રિકાની રન ગતિ અટકી, અને અંતે તેઓ 47.5 ઓવરમાં 270 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયા.

ભારતીય બોલર્સનો જાદુ

ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, ખાસ કરીને સ્પિનર કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ. આ બંને બોલરોએ 4-4 વિકેટો લઈને સાઉથ આફ્રિકાની મિડલ અને લોઅર ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો. પ્રસિદ્ધ ક્રિષ્નાએ 29 મી ઓવરમાં મેથ્યુ બ્રીટ્ઝકી (LBW) અને એડન માર્કરમ (વિરાટ કોહલીના હાથે કેચ)ને આઉટ કરીને મેચમાં મોટો વળાંક આપ્યો હતો. રવીન્દ્ર જાડેજા અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ લઈને ટીમને મજબૂત શરૂઆત અને નિયંત્રણ આપ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now