Home Sports Ind Vs Sa How Will The Indian Team Play For The Third Odi

IND vs SA; ત્રીજી ODI માટે ભારતીય ટીમની પ્લેઇંગ કેવી હશે? : શું આ સ્ટાર ખેલાડી થશે બહાર!

IND vs SA; ત્રીજી ODI માટે ભારતીય ટીમની પ્લેઇંગ કેવી હશે?
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 01:35 PM IST

IND vs SA: ભારતીય ક્રિકેટ ટીમ પાછલી મેચમાં 358 રનના વિશાળ સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી. સાઉથ આફ્રિકાએ 4 વિકેટથી વિજય મેળવ્યો હતો, જેનાથી સીરિઝ 1-1 થી બરાબર થઈ ગઈ હતી. સીરિઝની નિર્ણાયક અને અંતિમ મેચ હવે શનિવાર, 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર શક્ય છે. વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે, તેણે સીરિઝની બંને મેચમાં સેંચુરી ફટકારી છે. વિશાખાપટ્ટનમ ખાતેનો તેનો રેકોર્ડ પણ શાનદાર છે, તેને આ મેદાન પર ત્રણ વનડે સદી ફટકારી છે. ટીમ ઇન્ડિયાનો આ મેદાન પર સારો રેકોર્ડ પણ છે, જે કેપ્ટન તરીકે કે. એલ રાહુલ માટે સારો સંકેત છે. જોકે, તે ટોસ વિશે સૌથી વધુ ચિંતિત રહેશે, જે ટીમ ઇન્ડિયા બે વર્ષમાં જીતી શકી નથી.

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11 માં ફેરફાર થઈ શકે છે.

ભારતે રાંચીમાં પહેલી વનડે જીતી હતી, પરંતુ ત્યાં પણ, મોટા કુલ સ્કોર (349) નો બચાવ કરતી વખતે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. અર્શદીપ સિંહે પાછલી મેચમાં સારી બોલિંગ કરી હતી, 10 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ 2 વિકેટ લીધી હતી, પરંતુ તે ઘણો મોંઘો સાબિત થયો હતો. કૃષ્ણાએ 10.20 ની ઇકોનોમી સાથે 8.2 ઓવરમાં 85 રન આપ્યા હતા. જોકે, તે ત્રીજી મેચમાં પણ રમી શકે છે. પહેલી વનડેમાં હર્ષિત રાણાએ સારી શરૂઆત આપી હતી, પરંતુ બીજી મેચમાં તેને 10 ઓવરમાં 70 રન આપ્યા હતા. કુલદીપ યાદવે પણ 7.80 ના ઇકોનોમી રેટથી 78 રન આપ્યા હતા. અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ઇકોનોમી ઓછી હતી. જોકે, ભારત આ બોલિંગ કોમ્બિનેશન સાથે છેડછાડ કરવા માંગશે નહીં; પરંતુ નીતિશ કુમાર રેડ્ડીને પ્લેઇંગ ઇલેવનમાં પાછો લાવાનો પ્રયત્ન કરી શકે છે.

કોણ બહાર રહેશે?

ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ત્રીજી વનડેમાંથી બહાર થઈ શકે છે. પાછલી 2 મેચમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તે સાઉથ આફ્રિકા સામેની બંને વનડેમાં વિકેટ લેવામાં નિષ્ફળ ગયો, તેને પહેલી મેચમાં 13 રન અને બીજી મેચમાં માત્ર 1 રન બનાવી શક્યો હતો. તો શું વોશિંગ્ટન સુંદર બહાર થઈ શકે છે?

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કે. એલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now