Home Sports Ind Vs Nz Water For 200 And Cold Drinks For 50 In The Match Huge Anger Among Cricket Fans

IND vs NZ; મેચમાં ₹200 માં પાણી અને ₹50 માં કોલ્ડ્રિંક! : મેનેજમેન્ટની બેદરકારી સામે ક્રિકેટપ્રેમીઓમાં ભારે રોષ!

IND vs NZ; મેચમાં ₹200 માં પાણી અને ₹50 માં કોલ્ડ્રિંક!
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2026, 11:38 AM IST

In the name of order in international matches, spectators are confused about drinking water: વડોદરાના BCA સંચાલિત કોટબી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી રોમાંચક મેચ જોવા આવેલા હજારો પ્રેક્ષકો માટે આ અનુભવ કડવો સાબિત થયો છે. સ્ટેડિયમમાં મેનેજમેન્ટની અવ્યવસ્થિત વ્યવસ્થાને કારણે ક્રિકેટ પ્રેમીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પાણી માટે ફાંફાં મારતા પ્રેક્ષકો

મેચની પ્રથમ ઇનિંગ પૂર્ણ થતાની સાથે જ સ્ટેડિયમમાં પીવાના પાણીની અછત વર્તાઈ હતી. કાળઝાળ ગરમી અને હજારોની ભીડ વચ્ચે પાણી જેવી પાયાની જરૂરિયાત ન મળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. વૃદ્ધો અને બાળકો પાણી માટે તરસ્યા જોવા મળ્યા હતા, જેણે મેનેજમેન્ટની પોલ ખોલી નાખી છે.પાણીના નામે લૂંટ

સ્ટેડિયમની અંદર પીવાના પાણીના સ્ટોલ પર ભયંકર ભીડ જામી હતી. આ તકનો લાભ ઉઠાવીને વેન્ડર્સ દ્વારા પાણીની બોટલના મનઘડત ભાવ વસૂલવામાં આવ્યા હતા. પ્રેક્ષકોના અનુસાર, જે પાણીની બોટલ સામાન્ય ભાવે મળવી જોઈએ તેના ₹200 વસૂલવામાં આવ્યા હતા. આ મામલે એક જાગૃત પ્રેક્ષકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર BCA ના મેનેજમેન્ટ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

કોલ્ડ્રિંક્સના ભાવ સાંભળીને આશ્ચર્ય

પાણીની સાથે સાથે ઠંડા પીણામાં પણ ભારે નફાખોરી જોવા મળી હતી. પ્રેક્ષકોએ જણાવ્યું હતું કે, રિલાયન્સની કેમ્પાકોલા માત્ર 100 ML માટે ₹50ના ભાવે વેચાઈ રહી હતી. કરોડોની કમાણી કરતા ક્રિકેટ બોર્ડ અને આયોજકો દ્વારા પ્રેક્ષકોને આ રીતે લૂંટવામાં આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

અન્ય સ્ટેડિયમો સાથે સરખામણી

સ્ટેડિયમમાં હાજર કેટલાક પ્રેક્ષકોએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વ્યવસ્થા સાથે સરખામણી કરતા જણાવ્યું કે, અન્ય જગ્યાએ પીવાના પાણીની સુવિધા વાજબી ભાવે અથવા મફત ઉપલબ્ધ હોય છે, જ્યારે વડોદરાના આ નવા સ્ટેડિયમમાં લઘુત્તમ સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો.

મેનેજમેન્ટ સામે કડક પગલાની માંગ

આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચમાં આવી ગંભીર બેદરકારી બદલ બીસીએ (BCA) સામે સવાલો ઉઠી રહ્યા છે. ક્રિકેટ પ્રેમીઓએ માંગ કરી છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જવાબદાર અધિકારીઓ અને વેન્ડર્સ સામે કડક તપાસ કરવામાં આવે અને આકરા પગલાં ભરવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now