Home Sports Ind Vs Nz Two Big Changes In New Zealand Team After 3 Consecutive Losses Know Who Is Out

IND vs NZ; સતત 3 હાર પછી ન્યુઝીલેન્ડ ટીમમાં મોટો ફેરફાર! : સ્ટાર ખેલાડીઓની થઈ એન્ટ્રી, જાણો કોણ થયું બહાર

IND vs NZ; સતત 3 હાર પછી ન્યુઝીલેન્ડ ટીમમાં મોટો ફેરફાર!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 06:53 AM IST

IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20I સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પર્ફોમન્સ કરીને અત્યાર સુધીની ત્રણેય મેચો જીતી લીધી છે. આ સતત હારને જોતા ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે બાકી રહેલી બે મેચો માટે ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. આ ફેરફાર પાછળનો હેતુ ટીમના એક્સપિરિયન્સમાં વધારો કરીને બાકીની મેચોમાં સારું પર્ફોમન્સ કરવાનો છે.

બે ખેલાડીઓ થયા બહાર

ન્યુઝીલેન્ડે વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં રમાનારી આગામી મેચો પહેલા ફાસ્ટ બોલર ક્રિશ્ચિયન ક્લાર્ક અને ટિમ રોબિન્સનને ટીમમાંથી રિલીઝ કરી દીધા છે. આ બંને ખેલાડીઓ સિરીઝમાં કઈ ખાસ પ્રભાવ પાડી શક્યા ન હતા, જેને પગલે બોર્ડે તેમને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

સ્ટાર ખેલાડીઓનું કમબેક

ન્યુઝીલેન્ડની ટીમમાં હવે એક્સપિરિયન્સ ઓલરાઉન્ડર James Neesham અને ફાસ્ટ બોલર Lockie Ferguson જોડાયા છે. આ ઉપરાંત, ન્યુઝીલેન્ડના સ્ટાર ઓપનર Finn Allen પણ 27 જાન્યુઆરીએ તિરુવનંતપુરમ ખાતે ટીમ સાથે જોડાઈ જશે. આ એક્સપિરિયન્સ ખેલાડીઓના આવવાથી ન્યુઝીલેન્ડ ટીમની તાકાત વધશે તેવી અપેક્ષા છે.

ટીમ ઈન્ડિયાનો સિરીઝ પર દબદબો

ભારતીય ટીમએ આ સિરીઝમાં અત્યાર સુધી શાનદાર પર્ફોમન્સ કર્યું છે. નાગપુર અને રાયપુરમાં રમાયેલી મેચોમાં બેટ્સમેનોએ કમાલ કરી હતી, જ્યારે ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી T20I માં ભારતીય ટીમએ માત્ર 10 ઓવરમાં 154 રનનો ટાર્ગેટ ચેસ દીધો હતો. 5 મેચોની આ સિરીઝમાં ભારતીય ટીમએ 3-0 ની અજેય લીડ મેળવીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે.

ન્યુઝીલેન્ડ સામેની નેક્સ્ટ મેચ

બાકીની બે મેચો 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. ન્યુઝીલેન્ડ હવે પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે મેદાનમાં ઉતરશે, જ્યારે ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવાના ઈરાદે રમશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now