Home Sports Ind Vs Nz Team India Will Make A Comeback In T20i After Odi Defeat

IND vs NZ; ODI હાર પછી ટીમ ઈન્ડિયા T20I માં કમબેક કરશે! : જાણો લાઇવ સ્ટ્રીમિંગ, મેચની તારીખ, ટાઇમ અને વેન્યુ વિશેની સંપૂર્ણ માહિતી

IND vs NZ; ODI હાર પછી ટીમ ઈન્ડિયા T20I માં કમબેક કરશે!
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 07:35 AM IST

IND vs NZ T20I Live Streaming: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાને નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો છે. ઘરઆંગણે સિરીઝ ગુમાવ્યા પછી, ભારતીય ટીમ હવે T20 ફોર્મેટમાં પોતાને સાબિત કરવાના મુશ્કેલ પડકારનો સામનો કરી રહી છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20I સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે, અને T20 વર્લ્ડ કપ 2026 ની તૈયારી માટે તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે.

T20 સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના પડકારો

T20 સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે જેમાં ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. યુવા બેટ્સમેન તિલક વર્મા અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થયા છે. તેમની ગેરહાજરીમાં, ટીમ મેનેજમેન્ટે શ્રેયસ ઐયર અને રવિ બિશ્નોઈને ફરીથી T20 ટીમમાં સામેલ કર્યા છે. જોકે, શ્રેયસ ઐયરને ફક્ત પ્રથમ ત્રણ મેચ માટે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તિલક વર્માને સિરીઝમાંથી સંપૂર્ણપણે બહાર કરવામાં આવ્યા નથી અને તેમની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે.

બધી મેચોનો સમય

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચેય T20I મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. દરેક મેચ માટે ટોસ સાંજે 6:30 વાગ્યે થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20I સિરીઝનું સંપૂર્ણ ટાઇમટેબલ

મેચ ક્રમ

તારીખ

વેન્યુ

પહેલી T20I

21 જાન્યુઆરી

નાગપુર

બીજી T20I

23 જાન્યુઆરી

રાયપુર

ત્રીજી T20I

25 જાન્યુઆરી

ગુવાહાટી

ચોથી T20I

28 જાન્યુઆરી

વિશાખાપટ્ટનમ

પાંચમી T20I

31 જાન્યુઆરી

તિરુવનંતપુરમ

T20I સિરીઝ માટેની ભારતીય ટીમઃ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા (પ્રથમ 3 મેચોમાંથી બહાર, તેના સ્થાને શ્રેયસ ઐયર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઇસ-કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર (સિરીઝમાંથી બહાર, તેના સથે રવિ બિશ્નોઈ) અને ઇશાન કિશન (વિકેટકીપર).

ન્યૂઝીલેન્ડની T20I ટીમ:

મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે (વિકેટકીપર), જેકબ ડફી, ઝેકરી ફોલ્ક્સ, મેટ હેનરી, કાઈલ જેમિસન, બેવોન જેકબ્સ, ડેરીલ મિચેલ, જીમી નીશામ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, ટીમ રોબિન્સન અને ઈશ સોઢી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now