Home Sports Ind Vs Nz Shubman Gill To Create History In Third Odi Just 70 Runs Away

IND vs NZ; ત્રીજી ODI માં Shubman Gill રચશે ઇતિહાસ! : Viv Richards અને Shikhar Dhawan નો મોટો રેકોર્ડ તોડવાથી માત્ર 70 રન દૂર!

IND vs NZ; ત્રીજી ODI માં Shubman Gill રચશે ઇતિહાસ!
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 08:44 AM IST

IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે, 18 જાન્યુઆરીએ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં સિરીઝની અંતિમ અને નિર્ણાયક વનડે મેચ રમાશે. આ મેચ માત્ર ટીમ ઈન્ડિયાની જીત માટે જ નહીં, પરંતુ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન શુભમન ગિલ માટે પણ ખૂબ ખાસ બની રહેવાની છે. શુભમન ગિલ પાસે આ મેચમાં એક એવો રેકોર્ડ બનાવવાની તક છે, જે અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન કરી શક્યો નથી.

રેકોર્ડની નજીક શુભમન ગિલ

શુભમન ગિલ અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેને અત્યાર સુધી 60 વનડે ઇનિંગ્સમાં 2,930 રન બનાવ્યા છે. જો આવતીકાલની મેચમાં શુભમન ગિલ માત્ર 70 રન બનાવી લે છે, તો તે વનડે ક્રિકેટમાં પોતાના 3,000 રન પૂરા કરી લેશે. આ સિદ્ધિ સાથે તે ભારત તરફથી સૌથી ઝડપી 3,000 રન બનાવનાર ખેલાડી બની જશે.

શિખર ધવન અને વિવિયન રિચાર્ડ્સ પાછળ છૂટશે

હાલમાં સૌથી ઝડપી 3,000 વનડે રન બનાવનાર ભારતીયનો રેકોર્ડ શિખર ધવનના નામે છે, જેમણે 72 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ્યો હતો. શુભમન ગિલ જો 61 મી ઇનિંગમાં આ પરાક્રમ કરશે, તો તે શિખર ધવનનો રેકોર્ડ તોડશે જ, સાથે સાથે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ વિવિયન રિચાર્ડ્સ (69 ઇનિંગ્સ) ને પણ પાછળ છોડી દેશે.

વિશ્વના બીજા સૌથી ઝડપી બેટ્સમેન

જો શુભમન ગિલ 70 રન બનાવવામાં સફળ રહેશે, તો તે વિશ્વ સ્તરે હાશિમ અમલા પછી બીજા ક્રમે આવી જશે. સાઉથ આફ્રિકાના હાશિમ અમલાએ માત્ર 57 ઇનિંગ્સમાં 3,000 રન પૂરા કર્યા હતા. આ લિસ્ટમાં પાકિસ્તાનના બાબર આઝમએ (68 ઇનિંગ્સ, જે ટોપ-5 માં) આ રેકોર્ડ 3,000 વનડે રન બનાવ્યા હતા. જે શુભમન ગિલ રેકોર્ડ તોડીને બાબર આઝમને ટોપ-5 માંથી બહાર કરી શકે છે.

ઇન્દોરનું નસીબદાર મેદાન

શુભમન ગિલ માટે ઇન્દોરનું હોલકર સ્ટેડિયમ ઘણું લકી રહ્યું છે. સપ્ટેમ્બર 2023 માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી છેલ્લી વનડેમાં શુભમન ગિલ અહીં શાનદાર 104 રન ફટકાર્યા હતા. તે મેચમાં ભારતે 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને 217 રનમાં ઓલઆઉટ કરીને ભવ્ય જીત મેળવી હતી. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ તે મેચમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આવતીકાલની મેચમાં આખું ભારત આશા રાખી રહ્યું છે કે 'પ્રિન્સ' તરીકે ઓળખાતો શુભમન ગિલ ફરી એકવાર બેટથી કમાલ કરે અને ક્રિકેટના ઈતિહાસના પાનાઓમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now