Home Sports Ind Vs Nz New Zealand Announces Odi And T20 Squads For India Tour

IND vs NZ; ન્યૂઝીલેન્ડે ભારતના પ્રવાસ માટે ODI અને T20 ટીમ જાહેર કરી! : Mitchell Santner T20I અને Michael Bracewell વનડે ટીમનું નેતૃત્વ કરશે

IND vs NZ; ન્યૂઝીલેન્ડે ભારતના પ્રવાસ માટે ODI અને T20 ટીમ જાહેર કરી!
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 05:52 AM IST

New Zealand announces ODI and T20 squads for India tour: 2026 T20 વર્લ્ડ કપ પહેલા ભારતની એક સીરિઝ છે, જે ભારત vs ન્યુઝીલેન્ડ સીરિઝ છે. આ સીરિઝમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ODI અને 5 મેચની T20I સીરિઝ રમશે. આ સીરિઝ બંને ટીમો માટે એક ખાસ રહેવાની છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડ ટીમ યજમાન ભારતીય ટીમ સામે ત્રણ મેચની સીરિઝ પણ રમશે. ન્યૂઝીલેન્ડે ભારત પ્રવાસ માટે પોતાની ODI અને T20 ટીમોની જાહેરાત કરી છે. ઈજામાંથી કમબેક કર્યા પછી મિશેલ સેન્ટનર T20I ટીમની કેપ્ટનસી કરશે, જ્યારે મિશેલ બ્રેસવેલને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બંને ફોર્મેટમાં ઘણા સિનિયર ખેલાડીઓ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ કેટલાક યંગ ખેલાડીઓને પણ તેમના શાનદાર પર્ફોર્મન્સ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં જેડેન લેનોક્સ, ક્રિશ્ચિયન ક્લાર્ક, બેવોન જેકોબ્સ, ટિમ રોબિન્સન અને મિશેલ રે નો સમાવેશ થાય છે. રે હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

આ ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા:

કાયલ જેમીસન ઈજામાંથી સ્વસ્થ થયા પછી બંને ફોર્મેટનો ભાગ છે, જ્યારે માર્ક ચેપમેન અને મેટ હેનરી T20 ટીમમાં પાછા ફરવા માટે તૈયાર છે. જેકબ ડેફી, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, વિલ ઓક-રોર્ક અને બ્લેર ટિકનરને વર્કલોડ મેનેજમેન્ટને કારણે બહાર રાખવામાં આવ્યા હશે.

ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ

માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), આદી અશોક, ક્રિશ્ચિયન ક્લાર્ક, જોશ ક્લાર્કસન, ઝેકરી ફોલ્ક્સ, નિક કેલી, જેડન લેનોક્સ, માઈકલ રે, ડેવોન કોનવે, કાઈલ જેમિસન, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ અને વિલ યંગ.

T20I સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ

મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે (વિકેટકીપર), જેકબ ડફી, ઝેકરી ફોલ્ક્સ, મેટ હેનરી, કાઈલ જેમિસન, બેવોન જેકબ્સ, ડેરીલ મિચેલ, જીમી નીશામ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, ટીમ રોબિન્સન, ઈશ સોઢી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now