World Cup trials begin: T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની તૈયારી આજથી શરુ થવાની છે. નાગપુરમાં રમાનારી આ પહેલી T20 મેચ માત્ર સિરીઝ નહીં, પરંતુ ટીમના કોમ્બિનેશનને ફાઇનલ કરવા માટે મહત્વપૂર્ણ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનસી હેઠળ ભારતીય ટીમ નવા ફોર્મ્યુલા અજમાવવાની છે. જાણો એવા મહત્વના
સિરીઝનું મહત્ત્વ
ભારતને હાલની ODI સિરીઝમાં 1-2 થી હાર મળી હતી. આ સિરીઝ તેનો હિસાબ બરાબર કરવાની તક છે. જોકે ભારતીય ટીમના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવ છેલ્લા લાંબા સમયથી આઉટઓફ ફોર્મ છે. સુર્યકુમાર યાદવે છેલ્લે 2024 માં બાંગ્લાદેશ સામે ફિફ્ટી ફટકારી હતી. આ સિરીઝ સુર્યકુમારના ફોર્મ માટે મહત્વપૂર્ણ છે કારણ કે, 7 ફેબ્રુઆરીથી ભારતમાં જ T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાનો છે. અને ભારતીય ટીમના કેપ્ટન સુર્યકુમાર યાદવ છે. તિલક વર્માની ઈજાને કારણે શ્રેયસ ઐયરને પ્રથમ ત્રણ મેચ માટે ટીમમાં સામેલ કર્યો છે, પરંતુ 20 જાન્યુઆરી 2026 ના રોજ સુર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં તિલક વર્માના નંબર 3 ની જગ્યાએ ઇશાન કિશનને ચાન્સ મળશે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ ઘરઆંગણે ભારતનો દબદબો
બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 25 T20I મેચ રમાઈ છે. જેમાથી ભારતે 12 મેચમાં જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ 10 મેચમાં જીતી છે. નોંધનીય છે કે, 3 મેચો ટાઇ રહી હતી. ખાસ વાત – ભારતીય ટીમ ઘરઆંગણે 63% મેચ જીતી છે. નાગપુર જેવા સ્લો પિચ પર ભારતીય સ્પિનરો જેમ કે, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ જેવા સ્પિનર મેચમાં મોટો ફેરફાર લાવી શકે છે.
ભારતના મુખ્ય ખેલાડી – ફોકસ કોના પર?
અભિષેક શર્મા (બેટ્સમેન)
ભારતીય સ્ટાર અને વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ અત્યાર સુધી ભારતીય ટીમ માટે 2025 માં 21 મેચોમાં 859 રન ફટકાર્યા છે, જેમા અભિષેક શર્માનો સ્ટ્રાઇક રેટ 193.46 નો છે. સાથે જ અભિષેક શર્માએ 1 સેન્ચુરી અને 5 હાફ-સેન્ચુરી ફટકારી છે. અભિષેક શર્મા આક્રમક ઓપનિંગ અને પાવરપ્લેમાં ટીમના રન રેટને હાઇ-રાખવામાં સૌથી મહત્વપૂર્ણ છે.
વરુણ ચક્રવર્તી (બોલર)
ભારતીય મિસ્ટ્રી સ્પિનર તરીકે જાણીતા વરુણ ચક્રવર્તી વર્ષ 2025 માં ભારત માટે 20 મેચો રમી છે. જેમા વરુણ ચક્રવર્તીએ 36 વિકેટ મેળવી છે, અને બેસ્ટ બોલિંગ ફિગરમાં 24 રન આપીને 5 વિકેટ લીધી છે. સ્પિન-ફ્રેન્ડલી નાગપુરમાં તેનો રોલ ગેમચૅન્જર બની શકે છે.
ન્યૂઝીલેન્ડના ટોપ પ્લેયર્સ
ટિમ સેફર્ટ (બેટ્સમેન)
ન્યુઝીલેન્ડના 15 મેચમાં 402 રન ફટકાર્યા છે, જેમા ટિમ સેફર્ટનો સ્ટ્રાઇક રેટ 144.6 નો છે.
જેકબ ડફી (બોલર)
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર અને ICC નો નંબર 3 બોલર જેકબ ડફીએ 11 મેચમાં 35 વિકેટ લીધી છે, જેમા જેકબ ડફીની ઇકોનોમી 7.47 ની છે. જેકબ ડફી સ્ટાર્ટિંગ ઓવર અને ડેથ ઓવર બંનેમાં જેકબ ડફી શાનદાર બોલિંગ કરી શકે છે.
પીચ રિપોર્ટ
નાગપુરની પીચ સામાન્ય રીતે સ્લો વર્તે છે. પેસર્સને શરૂઆતમાં થોડી મૂવમેન્ટ મળશે, પરંતુ ત્યારપછી બેટિંગ ઈજી બનશે. નાગપુરના સ્ટેડિયમમાં પ્રથમ ઇનિંગનો એવરેજ સ્કોર 146 થી 165 રનની વચ્ચે છે. જ્યારે બીજી ઇનિંગનો એવરેજ સ્કોર 125 રનનો છે. આ એવરેજથી જાણકારી મળે છે કે, નાગપુરના સ્ટેડિયમમાં બેટિંગ ફર્સ્ટમાં એડવાંટેજ રહેલો છે અને રન ચેઝ હંમેશા મુશ્કેલી છે. ટોસ જીતનારી ટીમ હમેશાં બેટિંગ ફર્સ્ટ કરવાનો નિર્ણય લઈને ફાયદો લઈ શકે છે.
પોસિબલ પ્લેઇંગ 11
ભારત (IND)
સૂર્યકુમાર યાદવ (C), અભિષેક શર્મા, સંજુ સેમસન (WK), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.
ન્યૂઝીલેન્ડ (NZ)
મિચેલ સેન્ટનર (C), રચિન રવીન્દ્ર, ડેવોન કોનવે, ટિમ રોબિન્સન, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, જિમી નીશમ, માર્ક ચેપમેન (WK), માઈકલ બ્રેસવેલ, ઈશ સોઢી, મેટ હેનરી, જેકબ ડફી.
વર્લ્ડ કપ પહેલાં ભારતની ક્રિટલ કસોટી
આ સિરીઝ ભારત માટે કોમ્બિનેશન, ફોર્મ, ફિટનેસ અને રિધમનો આખરી ટેસ્ટ છે. યુવાનોની અસર અને સિનિયરો પ્લેયર્સની વાપસી સાથે ટીમ ફરી સંતુલિત લાગી રહી છે. નાગપુરની ધીમી પીચ ટીમ ઈન્ડિયાને વ્યૂહરચના અજમાવવાની ખાસ તક આપશે.





















