Home Sports Ind Vs Nz God Of Cricket Sachin Tendulkars Odi Record Will Be Broken

IND vs NZ; 'ગોડ ઓફ ક્રિકેટ' Sachin Tendulkar નો ODI રેકોર્ડ તૂટશે! : Virat Kohli ફક્ત 1 રન બનાવીને ઇતિહાસ રચશે

IND vs NZ; 'ગોડ ઓફ ક્રિકેટ' Sachin Tendulkar નો ODI રેકોર્ડ તૂટશે!
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2026, 08:57 AM IST

Virat Kohli Upcoming Record : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને આધુનિક યુગનો મહાન બેટ્સમેન માનવામાં આવે છે. હવે તે વધુ એક ઐતિહાસિક રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બનવાથી માત્ર 1 રન દૂર છે. તેને પહેલી જ મેચમાં સચિન તેંડુલકરના મહાન રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રવિવારે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પહેલી ODI મેચમાં વિરાટ કોહલીએ 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે, તેને કુલ 1750 રન પૂર્ણ કર્યા અને 'ગોડ ઓફ ક્રિકેટ' ના નામે જાણીતા સચિન તેંડુલકર દ્વારા સ્થાપિત રેકોર્ડની બરાબરી કરી. હવે, બીજી ODI મેચમાં માત્ર 1 રન બનાવીને, વિરાટ કોહલી આ મહાન રેકોર્ડને તોડીને ઇતિહાસ બનાવશે.

વિરાટ કોહલી ઓછી મેચોમાં વધારે એવરેજ

આંકડા દર્શાવે છે કે, સચિન તેંડુલકરએ 42 ઇનિંગ્સમાં 1750 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ માત્ર 34 ઇનિંગ્સમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. વિરાટ કોહલીની એવરેજ (56.45) જે સચિન તેંડુલકર (46.05) કરતાં ઘણી સારી છે. ભારતીય ક્રિકેટ ફેન્સની નજર હવે આગામી ODI મેચ પર ટકેલી છે, જ્યાં વિરાટ કોહલીના બેટમાંથી નીકળેલો પહેલો રન તેને ન્યૂઝીલેન્ડ સામે ODI માં ભારતનો સૌથી વધુ સ્કોરર બનાવશે.

આંકડાકીય દ્રષ્ટિએ પર્ફોમન્સ

આ રેકોર્ડ એટલા માટે પણ ખાસ છે કારણ કે, વિરાટ કોહલીસચિન તેંડુલકર કરતાં ઘણી ઓછી મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી.

સચિન તેંડુલકર - 42 ઇનિંગ્સ, 1750 રન, 186 (નોટઆઉટ) સૌથી વધુ સ્કોર, 46.05 એવરેજ

વિરાટ કોહલી - 34 ઇનિંગ્સ, 1750 રન, 154 (નોટઆઉટ) સૌથી વધુ સ્કોર, 56.45 એવરેજ

પ્રથમ ODI માં વિરાટ કોહલીની દમદાર બેટિંગ

વિરાટ કોહલીએ 91 બોલમાં 93 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, જેનાથી ભારતને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ODI જીતવામાં મદદ મળી. આ શાનદાર પર્ફોમન્સ માટે, વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. વિરાટ કોહલીએ કહ્યું કે, તે હંમેશા તેની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખે છે. ભગવાને તેને અપેક્ષા કરતાં વધુ આપ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ODI માં "કિંગ કોહલી" ની શાનદાર બેટિંગે ક્રિકેટ જગતના દિગ્ગજોને પણ પ્રભાવિત કર્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now