Home Sports Ind Vs Nz Did Abhishek Sharmas Bat Have Spring New Zealand Players Checked

IND vs NZ; શું Abhishek Sharma ના બેટમાં સ્પ્રિંગ હતું? : ન્યુઝીલેન્ડના ખેલાડીઓને નંબર-1 T20I બેટ્સમેન પર શંકા, જાણો સંપૂર્ણ માહિતી

IND vs NZ; શું Abhishek Sharma ના બેટમાં સ્પ્રિંગ હતું?
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 12:31 PM IST

Abhishek Sharma : ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20I માં, અભિષેક શર્માએ એ પોતાની વિસ્ફોટક બેટિંગથી ધૂમ મચાવી દીધી હતી. ટીમ ઈન્ડિયા સામે 154 રનનો ટાર્ગેટ હતો, અને આ દરમિયાન, અભિષેક શર્માએ 20 બોલમાં 68 રન બનાવ્યા. આ દરમિયાન, અભિષેક શર્માએ T20I ક્રિકેટ ઇતિહાસમાં ભારત માટે બીજી સૌથી ઝડપી હાફ-સેન્ચુરી પણ ફટકારી. ભારતીય ટીમએ મેચ 8 વિકેટથી જીતી લીધી.

ન્યુઝીલેન્ડના ખેલાડીઓને શંકા

ન્યુઝીલેન્ડના ખેલાડીઓની એક ક્રિયા ચર્ચાનો વિષય બની ગઈ છે. ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્મા પોતાના બેટનું પરીક્ષણ કરી રહ્યો છે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવું લાગે છે કે, અભિષેક શર્માના બેટમાં સ્પ્રિંગ ફીટ કરવામાં આવ્યું છે. 2003 ના ODI વર્લ્ડ કપ દરમિયાન સ્પ્રિંગ બેટ વિશે ચર્ચાઓ શરૂ થઈ હતી, જ્યારે રિકી પોન્ટિંગએ ભારત સામે ફાઇનલમાં 140 રન બનાવ્યા હતા. ત્રીજી T20I પછી, મિશેલ સેન્ટનર, જેકબ ડફી અને ડેવોન કોનવે હસતાં અને અભિષેક શર્માના બેટને ચેક કરતાં જોવા મળ્યા હતા.

મેચમાં શું ભારતીય બેટ્સમેનોએ શું કર્યું?

ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં, અભિષેક શર્માએ 14 બોલમાં હાફ-સેન્ચુરી ફટકારી. આ ભારત માટે T20I માં બીજી સૌથી ફાસ્ટેસ્ટ હાફ-સેન્ચુરી હતી. યુવરાજ સિંહના નામે સૌથી ફાસ્ટેસ્ટ હાફ-સેન્ચુરી (12 બોલ) નો રેકોર્ડ છે. અભિષેક શર્મા ઉપરાંત, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવએ પણ આ મેચમાં 26 બોલમાં નોટઆઉટ 57 રન બનાવ્યા. અભિષેક શર્મા હાલમાં T20 ક્રિકેટમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન છે અને અભિષેક શર્માએ અનેક રેકોર્ડ તોડ્યા છે. તેની 36 મેચની T20 કારકિર્દીમાં, અભિષેક શર્માએ 38.39 ની શાનદાર એવરેજથી 1,267 રન બનાવ્યા છે. સૌથી અગત્યનું, તેનું પર્ફોમન્સ રહ્યું છે. અભિષેક શર્માએ તેની T20 કારકિર્દીમાં 2 સેન્ચુરી અને 8 હાફ-સેન્ચુરી ફટકારી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now