Perth Pitch First Look Ahead Of IND vs AUS Match: ભારતીય ટીમ 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ત્રણ મેચની ODI સીરિઝ માટે પર્થ પહોંચી ગઈ છે. આ દરમિયાન, પર્થ પિચની પહેલી ઝલક પણ જાહેર થઈ ગઈ છે. પર્થના ઓપ્ટસ ક્રિકેટ સ્ટેડિયમની પિચ ફાસ્ટ બોલરો માટે ખૂબ મદદરૂપ છે કારણ કે, તેમાં વધારે બાઉન્સ છે અને તે ફાસ્ટ બોલરોની તરફેણ કરે છે. અને આ કારણે, પર્થની પિચ હંમેશા બેટ્સમેન માટે મુશ્કેલ રહી છે, જેના કારણે અહીં રન બનાવનારા બેટ્સમેનોની ટેકનિક અને ધીરજની કસોટી થાય છે.
પિચનો ફોટો
ભારતીય ટીમ રવિવાર 19 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્યારપછી, બીજી વનડે માચ એડિલેડ અને ત્રીજી વનડે સિડનીમાં રમાશે. આ વનડે સીરિઝ પછી, 5 મેચની T20I સીરિઝ થશે, આ ફોર્મેટના ખેલાડીઓ 22 ઓક્ટોબરે રવાના થવાની શક્યતા છે. આ T20I સીરિઝની શરૂઆત 29 ઓક્ટોબરથી થશે.
રોહિત શર્મા-વિરાટ કોહલી પર બધાની નજર
રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય વિશે ચાલી રહેલી ચર્ચાઓને કારણે આ ODI સીરિઝ ખૂબ ચર્ચાનો વિષય બની ગઈ છે, વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે ટેસ્ટ અને T20I માંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. મંગળવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝમાં 2-0 થી જીત મેળવ્યા પછી, ગંભીરે કહ્યું કે, તેમને આગામી સીરિઝમાં બંને સારા પ્રદર્શનની અપેક્ષા છે, જોકે ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલીના 2027 ના વર્લ્ડ કપમાં તેમના સ્થાન વિશે કોઈ ટિપ્પણી કરી નથી.






