Rajsthan News: સમાજ જીવનમાં અલગ-અલગ વર્ગ અને તબક્કાના લોકો હોય છે. જેમાં રીત-રિવાજો અને પરંપરાઓ મુજબ દરેકની રહેણી-કરણી પણ અલગ હોય છે. ત્યારે શું તમે સાંભળ્યું છેકે, એક એવું ગામ છે જ્યાં દરેક પુરુષ બબ્બે પત્નીઓ રાખે છે. આ ગામ ગુજરાતની નજીક જ આવેલું છે. જોકે ત્યાંના પુરુષો આવું કેમ કરે છે તેની પાછળ પણ એક રોચક કહાની છે.
અહીં વાત થઈ રહી છે રાજસ્થાનના એક ગામની. સદીઓથી રાજસ્થાનને તેની અનોખી સંસ્કૃતિ અને પરંપરાઓ માટે આખી દુનિયામાં ઓળખ મળેલી છે. ત્યાં એક એવું ગામ છે જ્યાં સંસ્કૃતિ ઉપરાંત એવી રિવાજો પણ જોવા મળે છે કે જેને જાણીને કોઈ પણ ચકિત થઈ જાય. અમે વાત કરી રહ્યાં છીએ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલી રામદેયોની વસ્તીની. જેસલમેરમાં આવેલાં આ ગામને રામદેયોની વસ્તીના નામે જ ઓળખવામાં આવે છે. આ ગામમાં વર્ષોથી અનોખો રીવાજ પ્રચલિત છે. અહીંનો એક અનોખો રિવાજ એ છે કે અહીંના લગભગ તમામ ઉંમરલાયક પુરુષો બે લગ્ન કરે છે — અને આ કોઈ મૌજશોખ માટે નહીં, પરંતુ એક દાડીપુરાણ પરંપરાને નિભાવા માટે.
કેમ આ ગામના બધા જ પુરુષો કરે છે બબ્બે લગ્ન?
અહીં વસવાટ કરતા લોકોને એવું માનવું છે કે જો કોઈ પુરુષે લગ્ન કર્યા પછી તેની પત્ની ગર્ભવતી ન થાય અથવા પછી પ્રથમ સંતાન પુત્રી થાય, તો પુત્ર પ્રાપ્તિ માટે પુનઃ લગ્ન કરવું જરૂરી ગણાય છે. આવી માન્યતા મુજબ, જ્યારે બીજા લગ્ન થાય છે, ત્યારે મોટા ભાગે પુત્રની પ્રાપ્તિ થાય છે — એવું સ્થાનિકો માને છે.
એક જ ઘરમાં પ્રેમથી રહે છે બન્ને પત્નીઓઃ
આ પરંપરા માત્ર પુરુષો માટે અનોખી નથી, પણ મહિલાઓ માટે પણ અજોડ સહમતીનું ઉદાહરણ છે. અહીં બંને પત્નીઓ એકબીજા સાથે બહેનોની જેમ રહે છે, પ્રેમથી જીવે છે અને પતિ સાથે બન્ને સંપથી રહે છે. સ્થાનિકો કહે છે કે એક ઘરમાં બબ્બે પત્નીઓ હોવા છતાં અહીં ક્યારેય ઘરમાં ઝઘડા કે તણાવની સ્થિતિ ઊભી થતી નથી.
જો કે, હવે નવી પેઢી આ પરંપરાને લઈને કોઈ ખાસ રસ લેતી નથી. મોટાભાગના યુવાઓ આ માન્યતાઓને જૂની અને અસંગત ગણે છે. તેઓ એવું પણ કહે છેકે, આ કોઈકને કોઈક પક્ષની મજબૂરીને કારણે થાય છે. તેથી ધીરે ધીરે આ પરંપરાનો પ્રભાવ ઘટી રહ્યો છે, અને લોકો આધુનિક વિચારો તરફ વળી રહ્યાં છે.
રામદેયોની વસ્તી એક એવું ઉદાહરણ છે જ્યાં સમાજના અનોખા રિવાજો, સહજીવન અને માન્યતાઓ એકદમ જુદી રીતે જોવા મળે છે. જો કે સમય બદલાઈ રહ્યો છે અને સાથે સાથે માનસિકતા પણ. પરંતુ આવા ગામો આપણને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતા અને અંદર છુપાયેલા જીવનમૂલ્યોના પણ દર્શન કરાવે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ, લોકવાયકાઓ કે વિવિધ સ્ત્રોત દ્વારા પ્રાપ્ત જાણકારીઓ પર આધારિત છે, Offbeat Stories તેની પુષ્ટિ કરતું નથી.)





