Home Gujarat In The Case Of Kutch The Husband Himself Removed The Wifes Hair

કચ્છમાં પતિએ જ પત્નીનું કાસળ કાઢ્યું! : આરોપી પતિ ફરાર, પંથકમાં ચકચાર

કચ્છમાં પતિએ જ પત્નીનું કાસળ કાઢ્યું!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2026, 04:43 AM IST

kutch News : કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામમાં પત્નીની હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા આશરે 48 વર્ષીય હવાબાઈની અભૂ ગોધાનીની તેમના પતિ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આરોપી પતિ ફરાર

પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યરાત્રીના સમયે પતિ અભૂ આમદે ઘાતક હુમલો કરી પોતાની પત્ની હવાબાઈની નિર્મમ હત્યા કરી હતી. હત્યાના બનાવ બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો છે. ઘટના અંગે જાણ થતા જ મુન્દ્રા મરિન પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

પોલીસે તપાસ હાથધરી

પોલીસ દ્વારા મૃતક હવાબાઈનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, જેથી મોતના ચોક્કસ કારણો જાણી શકાય. હાલ પોલીસ આરોપી પતિની શોધખોળમાં લાગી છે તેમજ હત્યાના કારણો અને ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ ભદ્રેશ્વર ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ઉભો કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now