Home International Imd Weather Update Monsoon Rainfall

70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, વિચાર કરો શું હાલત થશે : શું ગુજરાત પર પણ ત્રાટકી શકે છે વાવાઝોડું? જાણો દેશના કયા રાજ્યોને છે વધારે ખતરો

70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, વિચાર કરો શું હાલત થશે
Published by: OBS Bureau
Last Updated: May 30, 2025, 04:14 AM IST

Weather Update Today: ગુજરાત સહિત દેશભરમાં હાલ વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભરઉનાળે હાલ વરસાદી માહોલ ઉભો થયો છે. ચોમાસું જોર પર છે અને હવે દેશના ઘણા ભાગોમાં માવઠું કે તોફાન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હાલમાં એક નહીં પણ બે પશ્ચિમી વિક્ષેપ (Western Disturbances) સક્રિય છે અને બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન પણ બન્યું છે, જેના કારણે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી આપી છે.

70 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, આવી બન્યુ સમજો!

30 મે થી 1 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં 50-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ પ્રકારની સ્થિતિ રહેશે.

ગુજરાત માટે શું છે આગાહી?
હાલના હવામાનના આધારે ગુજરાતના અમુક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત તરફ વરસાદની શક્યતા વધારે રહેશે. જો વાવાઝોડું વધુ સક્રિય બનશે તો રાજ્યના કાંઠાવર્તી વિસ્તારોમાં વધુ અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ સતત પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડતાં અપડેટ આપતું રહેશે.

કયા વિસ્તારોને અપાયું છે સાવચેતીનું અલર્ટ?
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે ઓડિશા, છત્તીસગઢ, સિક્કિમ અને ઉત્તર બંગાળ સુધી આગળ વધી ગયું છે. બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સક્રિય ડીપ ડિપ્રેશન તેમજ બે પશ્ચિમી વિક્ષેપના કારણે આગામી 7 દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને વરસાદ રહેશે.

IMD દ્વારા દેશના કયા-કયા રાજ્યોને અપાઈ છે ચેતવણી?
ઉત્તર પૂર્વ ભારત: આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ પ્રદેશ
પૂર્વ અને મધ્ય ભારત: ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ
દક્ષિણ ભારત: કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પૂડુચેરી, આંધ્રપ્રદેશ, તેલંગાણા
ઉત્તર અને પશ્ચિમ ભારત: રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ

ક્યાં રહેશે હીટવેવ?
રાજસ્થાનના બાડમેરમાં બુધવારે મહત્તમ તાપમાન 44.8°C નોંધાયું. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, 30-31 મેના રોજ પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવ (ગરમીની લહેર) જેવી પરિસ્થિતિ રહેવાની છે. જો કે, ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં તાપમાનમાં 2-4°C નો ઘટાડો થવાની શક્યતા છે.

સાવચેત રહેવા માટેની સલાહ:
હવામાન અપડેટ નિયમિત રીતે ચેક કરો
વીજળી, પવન અને ભારે વરસાદ દરમિયાન બહાર ન નીકળો
ખેતી કરતા ખેડૂતો સમયસર પાકની સંભાળ રાખે
તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો
માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video