Home Gujarat Illegal Roaming Petrol Pump Caught On Chotila Highway

ચોટીલા હાઇવે પરથી ગેરકાયદે ‘હરતું ફરતું પેટ્રોલ પંપ’ ઝડપાયું : SOG ની મોટી કાર્યવાહી, મોડસ ઓપરેન્ડીથી ચોંકી પોલીસ!

ચોટીલા હાઇવે પરથી ગેરકાયદે ‘હરતું ફરતું પેટ્રોલ પંપ’ ઝડપાયું
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2025, 10:39 AM IST

સુરેન્દ્રનગર SOG એ ચોટીલા નેશનલ હાઇવે પર ચાલી રહેલા ગેરકાયદેસર પેટ્રોલ-ડીઝલના ધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે શિવ લહેરી હોટલના કમ્પાઉન્ડમાં રેડ કરી હતી, જ્યાં 407 માલ વાહક વાહનમાં ગેરકાયદે પેટ્રોલ પંપ ફિટ કરી પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.

‘હરતું ફરતું પેટ્રોલ પંપ’

પોલીસે સ્થળ પરથી લાલાભાઈ મંગળુભાઈ કાંઠીને ઝડપી પાડીને પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી ત્યાં હોટલમાં જ રોકાતો હતો અને પેટ્રોલ-ડીઝલના ટાંકામાંથી ડ્રાઈવરની મીલીભગતથી નળી મૂકાવી સસ્તા ભાવે ઇંધણ કાઢવામાં આવતું હતું. બાદમાં આ ઇંધણ 407 વડે ફીટ કરાયેલા ગેરકાયદેસર પંપ મારફતે અન્ય વાહનોને ભરી આપવામાં આવતું હતું.

પોલીસ પણ મોડસ ઓપરેન્ડી જોઈ ચોંકી

ચોટીલા હાઇવે પર હરતું ફરતું પેટ્રોલ પંપ ઝડપાવાનો આ પહેલો કેસ માનવામાં આવે છે, જેના કારણે પોલીસે પણ આરોપીના મોડસ ઓપરેન્ડી જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં SOG તપાસ આગળ ધપાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વાવ-થરાદમાં વિકાસનો મહાઅધ્યાય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો!
ચૈત્રી પૂનમના મેળામાં કરૂણ અકસ્માત!
બાપુનગરમાં જીગર કાઠીયાવાડીનો આતંક
ભાજપ કાલથી ઉમેદવારના સેન્સ લેવાનું શરૂ કરશે