Home Business Iffco Farmer Farming 50 Years Celebration Gujarat Offbeatstories

ઈફકોની ૫૦ વર્ષની ગૌરવયાત્રા ખેતી : ઈફકોએ ખેડૂતોના ખેતરો સુધીની પહોંચ વધારીને લેબોરેટરીના પ્રયોગોને લેન્ડ સુધી પહોંચાડ્યા

ઈફકોની ૫૦ વર્ષની ગૌરવયાત્રા ખેતી
Published by: Offbeat Team
| Last Updated: Apr 06, 2025, 11:40 AM IST

વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના માતૃ એકમ તેમજ સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલની સુવર્ણ જયંતીની ઉજવણી નિમિત્તે ઇફકો-કલોલ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઇફકોના નવા “બીજ સંશોધન કેન્દ્ર”નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઈફકો-કલોલની સ્વર્ણિમ જયંતી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ઈફકોની ૫૦ વર્ષની ગૌરવયાત્રા ખેતી, ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી છે. 


આ ઉદ્દેશો ને  જાળવી રાખીને હવે શતાબ્દી તરફની ઇફકોની સફળ કૂચમાં આધુનિક ખેત પદ્ધતિ, ખેત ઉત્પાદન વૃદ્ધિ, જમીન અને પર્યાવરણ સંરક્ષણ જેવા નવા ચાર પહેલુઓને જોડીને પ્રગતિ ગાથા આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા અમિત શાહે વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઈફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડીને ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે એક વિશેષ પહેલ કરી હતી. જેના પરિણામે આજે ખેતી સમૃદ્ધ અને ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે.


વર્ષો પહેલા ઈફકોએ વિકસાવેલું ઘન યુરિયા અને ડીએપી એ ખેતી ક્ષેત્રે એક મોટી ક્રાંતિ હતી, પરંતુ સમયને અનુરૂપ રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર મૂકીને આજે ઈફકોએ નેનો યુરિયા અને નેનો ડીએપી વિકસાવ્યુ છે. જેણે સમગ્ર વિશ્વમાં ભારતના સહકારિતા ક્ષેત્રનો ડંકો વગાડ્યો છે તેનું તેમણે ગૌરવ કર્યું હતું.


ઈફકોએ ખેડૂતોના ખેતરો સુધીની પહોંચ વધારીને લેબોરેટરીના પ્રયોગોને લેન્ડ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. ઈફકોની ભાવના હરહંમેશથી જ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના કાર્ય થકી ખેડૂતોને મદદરૂપ થવાની રહી છે. ઈફકો એક સહકારી ક્ષેત્ર હોવા છતાં, તેણે કોર્પોરેટ ક્ષેત્રની જેમ કુશળ પરિણામ મળે તે રીતે કાર્ય કર્યું છે. એટલા માટે જ, આજે પણ સહકારિતા ક્ષેત્રે ઈફકો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સામાજિક જીવનના દરેક ક્ષેત્ર માટે અનેકવિધ વિશેષ પહેલો કરીને રાષ્ટ્ર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. આ સંદર્ભે કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં સહકારિતા ચળવળને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે. સાથે જ, સહકારી માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે ૬૫ જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. 


તે જ દિશામાં આગળ વધતાં ગુજરાતનાં સહકારી અગ્રણી ત્રિભુવનદાસ પટેલે  સહકારી ક્ષેત્ર માટે આપેલા અભૂતપૂર્વ યોગદાનને આવનારી પેઢી પણ યાદ રાખે તે ઉદ્દેશથી દેશની સૌ પ્રથમ સહકારી યુનિવર્સિટી તેમના જ નામે 'ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટી'ની સ્થાપનાનો નિર્ણય કર્યો છે. 

આ યુનિવર્સિટી સહકારીતાના દરેક ક્ષેત્રનું શિક્ષણ અપાશે. સાથે જ, દેશની સહકારીતા પ્રગતિને AI જેવી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અનેક વિશ્લેષણો અને તારણોના આધારે આવતા ૫૦ વર્ષમાં સહકારિતા ક્ષેત્રે પ્રગતિની દિશા નક્કી કરવાનું કામ પણ આ યુનિવર્સિટી કરશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 


દેશના ખેડૂતોની ઉપજને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માટે નેશનલ એક્સપોર્ટ કો-ઓપરેટિવ લિમિટેડ, પ્રાકૃતિક પેદાશોનું સર્ટિફીકેશન અને બ્રાન્ડિંગ કરીને તેમને સારા ભાવ પૂરા પાડવા માટે નેશનલ ઓર્ગેનિક કો-ઓપરેટિવ લિમિટેડ તેમજ ખેડૂતોને આધુનિક બીજ મળે અને જૂના હાઇબ્રીડ બીજોના સંવર્ધન અને સંરક્ષણ થઈ શકે તે માટે બીજ કો-ઓપરેટિવ લિમિટેડ મળીને રાષ્ટ્રીય સ્તરની ત્રણ કો-ઓપરેટિવની સ્થાપના કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.   


આજે ઈફકો ત્રણ રાજ્યોમાં પાંચ સ્થળોએ કાર્યરત છે, જેનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૪૦,૦૦૦ કરોડ અને નફો રૂ. ૩,૨૦૦ કરોડનો છે. આ આંકડા ૫૦ વર્ષની સતત મહેનત અને પરિવર્તનના સાક્ષી છે. આગામી સમયમાં આ બીજ અનુસંધાન કેન્દ્ર ફળદ્રુપ બીજોનું સંવર્ધન કરશે અને ઉચ્ચ ગુણવત્તાના બીજોની રક્ષા કરશે. જે આવનારા સમયમાં ખેડૂતોની સમૃદ્ધિનું મોટું કારણ બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સહકારી ક્ષેત્રે અગ્રેસર રહેવાના ગુજરાતીઓના ખમીરને બિરદાવતા  આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકારીતા એ ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરા છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી નાનામાં નાના માનવી, ખેડૂત, ગરીબ, વંચિત સૌના વિકાસને નવી દિશા સાથે સહકારિતાના વેગ મળ્યો છે. 


મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે અને ભારત ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે ઇફ્કોની શરૂઆત થઈ હતી અને ૧૯૭૫માં કલોલના પહેલા પ્લાંટ દ્વારા ઉત્પાદનની શરૂઆત થઈ હતી. 


તેમણે કહ્યું કે, માત્ર 57 મંડળીઓ સાથે શરૂ થયેલી ઇફ્કોની આ યાત્રામાં આજે 36,000થી પણ વધુ સહકારી મંડળીઓ જોડાઇ છે અને ખેડૂતોને બીજ થી લઈ બજાર સુધી સરકારની અનેક યોજનાઓ સાથ આપે છે. ૧૯૬૭માં ૫૭ ખેડૂત સહકારી મંડળીઓ સાથે IFFCOની સ્થાપના થઈ ત્યારે પ્રથમ ચેરમેન તરીકે પોરબંદરના યુવરાજ ઉદયભાણ સિંહજી હતા તેનો ઉલ્લેખ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો. 


મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ઇફ્કોમાં રિસર્ચને પણ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો માટે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંરક્ષણ યોજના અમલી બનાવાઇ છે.


ઇફ્કોના નેનો યુરિયા અને ડીએપી આજે વિશ્વભરમાં પહોંચ્યા છે. જેણે પાકની ક્ષમતા વધારી ખેતરની જમીન પણ સુધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ નેનો લિક્વિડ ફર્ટિલાઇઝરના કારણે ભારત આત્મનિર્ભર તરફ ગતિ કરી રહ્યું છે. ભવિષ્યમાં બીજી હરિત ક્રાંતિમાં ઇફ્કોની સહભાગિતા સર્વોચ્ચ હશે તેવો એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં સહકારિતાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતે પણ અમિતભાઈના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિની દિશા અપનાવી છે. આજે રાજ્યમાં કુલ ૧.૭૧ કરોડ સભાસદો ધરાવતી સમગ્રતયા ૮૯ હજારથી વધુ મંડળીઓ કાર્યરત છે. એટલે કે, દર ચોથો ગુજરાતી કોઈ ને કોઈ સહકારી મંડળી સાથે જોડાયેલો છે. રાજ્યમાં સફળ સહકારીતા પ્રબંધનનું આ એક મોટું ઉદાહરણ છે એમ તેમણે જણાવ્યું હતું. 


પ્રાથમિક કૃષિવિષયક સહકારી મંડળીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા આ વર્ષે બજેટમાં ખાસ જોગવાઇ કરવામાં આવી છે તેનાથી રાજ્યમાં સહકારિતાને વધુ પ્રોત્સાહન મળે તે માટે રાજ્યમાં સહકારિતાને વધુ પ્રોત્સાહન મળશે, તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.


ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ ઇફકોના ૫૦ પૂર્ણ થયાની ઉજવણી સમયે ઈફકોનું બીજ રોપનાર યુવરાજ ઉદયભાણસિંહને યાદ કરતાં જણાવ્યું હતું કે, નાની મંડળીની શરું થયેલી ઈફકોની વૈશ્વિક યાત્રા ખૂબ જ રોચક અને ખેડૂતોના હિતમાં રહી છે. ગુજરાતે શાંતિ, સમૃધ્ધિ અને સલામતી સાથે સહકારીતામાં પણ ખુબ મજબૂત પકડ બનાવી છે. સહકાર મંત્રાલયની સ્થાપના બાદ તેનું નેતૃત્વ અમિતભાઈ શાહને સોંપી સહકાર ક્ષેત્રે ભારતે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી છે.


સમારોહના પ્રારંભે ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ વેળાએ તેમણે ઇફકો-કલોલ એકમની સ્થાપનાથી લઈને આજે ૫૦ વર્ષ સુધીની ગૌરવપૂર્ણ યાત્રા, સફળતા અને સિદ્ધિઓની ભૂમિકા આપી હતી. જ્યારે કાર્યક્રમના અંતે ઇફકો-કલોલ એકમના પ્રમુખ શ્રી સંદીપ ઘોષે આભારવિધિ કરી હતી.


ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, ધારાસભ્ય સર્વ જયેશભાઈ રાદડિયા, લક્ષ્મણજી ઠાકોર, રીટાબેન પટેલ, ઈફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરઓ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ઇફકોના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!: Zomato એ પ્લેટફોર્મ ફીમાં કર્યો જબરદસ્ત વધારો, જાણો હવે કેટલો લાગશે ચાર્જ

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!

Closing Bell: સેન્સેક્સ 326 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,100ની ઉપર બંધ; IT અને મેટલ શેરોમાં તેજીનો કરંટ

Closing Bell

Premium Petrol Price Hike in India: જેનો ડર હતો એ જ થયું; ભારતના પેટ્રોલ પર પડી ઈરાન, ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની અસર

Premium Petrol Price Hike in India

Gold Silver Price Today 20 March 2026: લગ્નસરા પૂર્વે સોના-ચાંદીના ભાવ થયો મોટો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 20 March 2026

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક: સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, અદાણીના શેરોમાં તેજીની તોફાની બેટિંગ, IT અને બેંકિંગ શેરો પણ ચમક્યા

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક

Petrol Diesel Price Today: ગુજરાત સહિત દેશના મોટા શહેરોમાં આજે ડીઝલનો શું છે ભાવ? જુઓ આખું લિસ્ટ

Petrol Diesel Price Today

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી: 12% નો મોટો ઘટાડો... ₹29,000 સસ્તી થઈ, સોનું પણ ₹9 હજાર તૂટ્યું!

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: રેલવે કર્મચારીઓએ કરી મોટી માંગણીઓ; શું વધશે તમારો પગાર અને પેન્શન?

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

Gold Silver Price Today: યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો

Gold Silver Price Today

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો: સેન્સેક્સ 2,497 પોઈન્ટ તૂટ્યો, રાતાપાણીએ રડ્યા રોકાણકારો

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?: શું 100 ગ્રામથી વધુ સોનું ઘરમાં રાખવા પર થઈ શકે છે કાર્યવાહી? જાણો શું છે Income Tax નો નિયમ

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?

HDFC Bank Crisis: HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું સનસનાટીભર્યા રાજીનામા બાદ શેર 5% તૂટ્યો, જાણો કોણ સંભાળશે કમાન?

HDFC Bank Crisis

Gold Silver Price Today 19 March 2026: આજે ફરી ઘટ્યા સોના-ચાંદીના ભાવ, લગ્નસરાની ખરીદી માટે શ્રેષ્ઠ તક, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 19 March 2026

8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર, 8મા પગાર પંચની ડેડલાઇન વધી, હવે આ તારીખ સુધી આપી શકાશે સૂચનો

8th Pay Commission

Stock Market Crash: શેરબજારમાં બ્લૅક થર્સ ડે! માર્કેટ ખૂલતા જ સેન્સેક્સ 2,000 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો સ્વાહા

Stock Market Crash

Petrol Diesel Price Today: ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ છતાં આજે સ્થિર રહ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો મુંબઈ-દિલ્હી સહિત ગુજરાતના શહેરોમાં શું છે સ્થિતિ

Petrol Diesel Price Today

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ: સેન્સેક્સ 633 પોઈન્ટ ઉછળ્યો, 197 પોઈન્ટ ઉપર બંધ થયો નિફ્ટી

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ

તગડી કમાણીની તક: શેરમાર્કેટમાં બૂમ પડાવવા આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO, જાણો મુકેશ અંબાણી ક્યારે લાવી રહ્યાં છે Jio નો IPO

તગડી કમાણીની તક

Gold Silver Price Today 18 March 2026: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 18 March 2026