Home International Iaf Fighter Jet Crash At Rajathan Churu Breaking News

Plane Crash Video : બાપ રે...ફરી એક મોટી પ્લેન દુર્ઘટના! ફાઈટર જેટ ક્રેશ થતાં અફરાતરફરી, દ્રશ્યો જોઈ હચમચી જશો

Plane Crash Video
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 11:41 AM IST

Plane Crash at Rajasthan: અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાની હજુ કળ નથી વળી ત્યાં તો ફરી એકવાર એક વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. આકાશમાંથી વાયુવેગે અચાનક વિમાન જમીન પર ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતરફી મચી ગઈ છે. પ્લેન ક્રેશની દુર્ઘટનાને પગલે હાલ ફાયર ફાઈટરની ટીમો, પોલીસ અને પ્રશાસન ઘટના સ્થળ પર પહોંચી રહ્યું છે.



દુર્ઘટનાને પગલે હાલ સ્થાનિકોમાં ભગદડ મચી ગઈ છે. રાજસ્થાનના ચુરુમાં આ દુર્ઘટના ઘટી છે. જેમાં વાયુસેનાનું એક ફાઈટર જેટ પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી છે. આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પાયલોટ સહિત બે લોકોની મોતની પણ ખબર સામે આવી રહી છે.



રાજસ્થાનના ચુરુમાં ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ ક્રેશ થવાના સમાચાર વહેતા થતાંની સાથે જ ખળભળાટ મચી ગયો છે.પ્રાપ્ત માહિતી મુજબ આ jaguar fighter jet છે.  આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 2 લોકોના મોતની પુષ્ટી થઈ ચુકી છે. ફાઇટર જેટ જેવો કાટમાળ ઘટનાસ્થળે વિખરાયેલો છે.

પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે ચુરુના SP જય યાદવે જણાવ્યું હતું કે, રાજલદેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાનુડા ગામમાં વિમાન દુર્ઘટના ઘટી છે. આમાં બે લોકોના મોત થયા છે. રાજલદેસર પોલીસને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કાટમાળ પાસે વિકૃત હાલતમાં મૃતદેહોના ટુકડા મળી આવ્યા છે. 
આ પહેલા ૩ એપ્રિલે જામનગરમાં ટેકનિકલ ખામીને કારણે jaguar fighter jet ક્રેશ થયું હતું અને ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા. અગાઉ અંબાલા અને શિવપુરીમાં પણ આવી જ દુર્ઘટના બની હતી.

આ વર્ષે ક્રેશ થયેલું આ ત્રીજું jaguar fighter jet વિમાન છે. આ વિમાન ૧૯૭૯માં ભારતીય સેનામાં સામેલ થયું હતું. આજે, ભારતીય વાયુસેના વિશ્વનો એકમાત્ર દેશ છે જે આ જૂના વિમાનને ઉડાડી રહ્યું છે. ઇક્વાડોર અને નાઇજીરીયાએ પણ આ વિમાનને અલવિદા કહી દીધું છે.

પરંતુ આપણી પાસે જગુઆરનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આપણા પાઇલટ્સને તાલીમ આપવા માટે આપણને ૨૫૦ વિમાનોની જરૂર છે પરંતુ આપણી પાસે ફક્ત ૧૨૦ વિમાનો છે. અને તે પણ આ જગુઆર. છેલ્લા દસ વર્ષમાં આપણે ૩૫ થી વધુ પાઇલટ્સને અકસ્માતોમાં ગુમાવ્યા છે.

પ્લેન દુર્ઘટનામાં પાઇલટ અને કો-પાઇલટનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ખતરનાક હતો કે પ્લેનમાં સવાર લોકોના શરીરના ક્ષત વિક્ષત ટુકડાઓ જ્યાં-ત્યાં પડ્યાં હતાં. અને સમગ્ર ગામમાં પ્લેનનો કાટમાળ પર વેરવિખેર પડેલો જોવા મળ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત પહેલા ટેકનિકલ કારણોસર પાઇલટ બહાર નીકળી શક્યા ન હતા. છેલ્લા 5 મહિનામાં દેશભરમાં ત્રણ જગુઆર ક્રેશ થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now