Home Automobile Hyundai More Than 68 Pc Sales Come From Suv While Kia Seltos Down 28 Pc

એક તરફ Hyundaiની ધૂમ વેચાઈ રહી છે SUV : બીજી તરફ KIAની આ કારનું ઘટ્યું વેચાણ

એક તરફ Hyundaiની ધૂમ વેચાઈ રહી છે SUV
Published by: OBS Bureau
Last Updated: Apr 23, 2025, 05:30 AM IST

Hyundai Motor India અને Kia India બંને દક્ષિણ કોરિયાની સિસ્ટર કંપનીઓ જ છે. પરંતુ તેમ છતાં બંનેની કાર્સમાં ઘણી વેરાયટી જોવા મળે છે. તાજેતરમાં બંને
કંપનીઓએ નાણાકીય વર્ષ 2024-25 માટે તેમના વેચાણના આંકડા જાહેર કર્યા છે.

હ્યુન્ડાઈનું કહેવું છે કે 2024-25માં ભારતમાં જે કાર વેચાઈ હતી તેમાં સૌથી વધુ SUV વાહનો હતા. કંપનીના કુલ વેચાણમાંથી લગભગ 68.5 ટકા માત્ર SUV વેચાણમાંથી આવ્યા છે. આ નાણાકીય વર્ષ 2023-24માં SUVના 63.2 ટકા હિસ્સા કરતાં પણ વધુ સારું છે. જોકે, આ સમયગાળા દરમિયાન હ્યુન્ડાઈના કુલ વેચાણમાં 2.61 ટકાનો ઘટાડો થયો છે.

તેનાથી વિપરીત, નાણાકીય વર્ષ 2024-25માં કિયા ઈન્ડિયાના કુલ વેચાણમાં 4 ટકાનો વધારો થયો છે. કંપનીના પોર્ટફોલિયોમાં મોટે ભાગે SUV અથવા MPV કારનો સમાવેશ થાય છે. કિયાએ જે SUV સાથે ભારતીય બજારમાં એન્ટ્રી કરી હતી તેના વેચાણમાં જંગી ઘટાડો જોવા મળ્યો છે. કિયા સેલ્ટોસનું વેચાણ 2024-25માં 28 ટકા ઘટીને 72,618 યુનિટ થયું હતું. જ્યારે 2023-24માં 1,00,423 યુનિટ વેચાયા હતા.

હ્યુન્ડાઈ અને કિયા પોર્ટફોલિયો
દેશની બીજી સૌથી મોટી કાર કંપની Hyundai Motors Indiaના પોર્ટફોલિયોમાં Hyundai Creta, Venue, Xter, Alcazar, Tucson અને Ioniq 5 જેવી કારનો સમાવેશ થાય છે. Kiaના પોર્ટફોલિયોમાં Sonet, Seltos, Carens, Syros અને Carnival જેવી મોટી કારનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now