Hyundai Ioniq 3 : હ્યુન્ડાઇ મોટર કંપનીએ પોતાની ઇલેક્ટ્રિક કારની સિરીઝમાં એક નવી ભેટ ઉમેરવા જઈ રહી છે. કંપનીએ ખાસ કરીને યુરોપિયન માર્કેટ માટે પોતાની સૌથી નાની ઇલેક્ટ્રિક હેચબેક 'આયોનિક 3' (Ioniq 3) પરથી પડદો હટાવ્યો છે. આ કાર Kona electric અને Inster EV ની વચ્ચેના સેગમેન્ટમાં આવશે, જે મધ્યમ વર્ગના પરિવારો માટે એક શ્રેષ્ઠ ઓપ્શન બની શકે છે.
નવી ડિઝાઇન
આ કાર હ્યુન્ડાઇની 'આર્ટ ઓફ સ્ટીલ' ડિઝાઇન ભાષા પર આધારિત છે. જે તેને ભવિષ્યવાદી અને આકર્ષક લુક આપે છે. એરોડાયનેમિક ડિઝાઇનને કારણે તે રસ્તા પર વધુ સારી કાર્યક્ષમતા આપે છે. તેના પિક્સેલ આકારના લાઇટિંગ એલિમેન્ટ્સ તેને અન્ય કાર કરતાં અલગ પાડે છે.
પાવરફુલ બેટરી
આયોનિક 3 બે બેટરી વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. સ્ટાન્ડર્ડ મોડલમાં 42.2kWh ની બેટરી મળશે, જે 344 કિમીની રેન્જ આપશે. જ્યારે લોંગ રેન્જ મોડલમાં 61kWh ની મોટી બેટરી આપવામાં આવી છે, જે એકવાર ફૂલ ચાર્જ કરવા પર 496 કિમી સુધી ચાલશે.
ઝડપી પરફોર્મન્સ
આ કારની ટોપ સ્પીડ 170 કિમી પ્રતિ કલાક છે. સૌથી ખાસ વાત એ છે કે, ફાસ્ટ ચાર્જરની મદદથી આ કાર માત્ર 29 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. તેની ફ્રન્ટ માઉન્ટેડ મોટર 147hp સુધીનો પાવર જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ ખાસ વાંચો : KTM નો મોટો દાવ! : 390 Duke અને 390 Adventure હવે ₹62,000 સુધી થઈ સસ્તી
મોડર્ન ઇન્ટિરિયર
કારની અંદર 'ફર્નિશ્ડ સ્પેસ' પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેનાથી મુસાફરોને વધુ જગ્યા અને આરામ મળે. તેમાં એન્ડ્રોઇડ ઓટોમોટિવ OS પર ચાલતી મોટી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, બોસ સાઉન્ડ સિસ્ટમ અને એમ્બિયન્ટ લાઇટિંગ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે.
સેફટી અને ટેકનોલોજી
સુરક્ષા માટે આ કારમાં હ્યુન્ડાઇ સ્માર્ટસેન્સ ટેકનોલોજી આપવામાં આવી છે. જેમાં બ્લાઇન્ડ-સ્પોટ વ્યૂ મોનિટર, હાઇવે ડ્રાઇવિંગ આસિસ્ટ અને રીમોટ સ્માર્ટ પાર્કિંગ જેવા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે, જે ડ્રાઇવિંગને સુરક્ષિત અને સરળ બનાવે છે.





