Hyundai Venue Knight Edition : હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયાએ તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV Venue નું નવું 'Knight Edition' ભારતીય બજારમાં ઉતાર્યું છે. આ સ્પેશિયલ એડિશન ખાસ કરીને એવા યુવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે જેઓ પોતાની કારમાં સ્પોર્ટી અને આક્રમક લુક પસંદ કરે છે. માત્ર 9.69 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ થયેલી આ કારમાં લુકની સાથે સેફટીના ફીચર્સ પણ વધારવામાં આવ્યા છે.
Hyundai Venue Knight Edition ની શાનદાર એક્સટિરિયર ડિઝાઇન
નવી Hyundai Venue Knight Edition ની સૌથી મોટી ખાસિયત તેની ઓલ-બ્લેક થીમ છે. કારની આગળની ગ્રિલને કાળા રંગમાં રંગવામાં આવી છે અને હ્યુન્ડાઇનો લોગો મેટ બ્લેક ફિનિશમાં જોવા મળે છે. આ ઉપરાંત, તેમાં રૂફ રેલ્સ, એલોય વ્હીલ્સ અને સાઇડ મિરર્સ પણ બ્લેક આઉટ કરવામાં આવ્યા છે. લાલ કલરના બ્રેક કેલિપર્સ આ ડાર્ક થીમમાં એક સુંદર કોન્ટ્રાસ્ટ ઉમેરે છે, જે Hyundai Venue Knight Edition ને રસ્તા પર પ્રીમિયમ લુક આપે છે.
Hyundai Venue Knight Edition નું પ્રીમિયમ અને સુરક્ષિત ઇન્ટિરિયર
કારની અંદર પણ બ્લેક થીમ જાળવી રાખવામાં આવી છે. ઇન્ટિરિયરમાં Brass કલરના નાના ઇન્સર્ટ્સ આપવામાં આવ્યા છે, જે કેબિનને લક્ઝરી ફિલ આપે છે. આ વખતે હ્યુન્ડાઇએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પસંદગીના વેરિઅન્ટ્સમાં ઇન-બિલ્ટ 'ડેશકેમ' પણ આપ્યો છે. આ ડેશકેમ અલગ-અલગ મોડ્સમાં રેકોર્ડિંગ કરી શકે છે, જે ડ્રાઇવિંગ દરમિયાન સલામતીમાં વધારો કરે છે.
Hyundai Venue Knight Edition નું દમદાર એન્જિન અને પરફોર્મન્સ
Hyundai Venue Knight Edition ત્રણ અલગ-અલગ એન્જિન ઓપ્શન સાથે આવે છે. જેમાં 1.2-લિટર પેટ્રોલ, 1.0-લિટર ટર્બો-પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. જે ગ્રાહકોને માઇલેજ અને પાવર બંનેની જરૂર છે, તેમના માટે આ ત્રણેય ઓપ્શન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. Hyundai Venue Knight Edition મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બંને ટ્રાન્સમિશન ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
આ પણ ખાસ વાંચો : Kia Syros 2026 8.39 લાખની કિંમતે થઈ લોન્ચ! : ગ્રીન બ્રેક કેલિપર્સથી લઈને 30-ઇંચની ડિસ્પ્લે સુધી શું નવું મળશે?
Hyundai Venue Knight Edition ના વેરિઅન્ટ્સ અને કિંમતની વિગત
નીચે મુજબ Knight Edition ના મુખ્ય વેરિઅન્ટ્સની એક્સ-શોરૂમ કિંમતો છે:
વેરિઅન્ટ | Knight Edition ની કિંમત |
|---|---|
HX5 પેટ્રોલ MT | 9.70 લાખ |
HX5 ડીઝલ MT | 11.12 લાખ |
HX6T પેટ્રોલ MT | 11.03 લાખ |
HX8 ડીઝલ AT | 13.85 લાખ |
HX10 ટર્બો-પેટ્રોલ DCT | 14.79 લાખ |





