Home Automobile Kia Syros 2026 Launch Price Features India

Kia Syros 2026 8.39 લાખની કિંમતે થઈ લોન્ચ! : ગ્રીન બ્રેક કેલિપર્સથી લઈને 30-ઇંચની ડિસ્પ્લે સુધી શું નવું મળશે?

Kia Syros 2026
Published by: Aryan Shah
Last Updated: Apr 20, 2026, 07:28 AM IST

Kia Syros : કિયા ઈન્ડિયાએ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની લોકપ્રિય SUV, 2026 Kia Syros ને નવા અપડેટ્સ સાથે લોન્ચ કરી છે. આ કારની શરૂઆતની કિંમત 8.39 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. ગ્રાહકોના ફીડબેકને ધ્યાનમાં રાખીને કંપનીએ આ વખતે 4 નવા ટ્રીમ્સ અને ડીઝલ ઓટોમેટિકમાં વધુ ઓપ્શન આપ્યા છે, જે તેને પહેલા કરતાં વધુ આકર્ષક બનાવે છે.

Kia Syros નો નવો બાહ્ય દેખાવ

નવી Kia Syros ની ડિઝાઇનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં નવું સ્પોર્ટી ફ્રન્ટ બમ્પર, ગ્લોસી બ્લેક સ્કિડ પ્લેટ્સ અને LED ફોગ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. કારની સાઇડ પ્રોફાઇલને મજબૂત કરવા માટે ગ્લોસી બ્લેક રૂફ રેલ્સ અને આકર્ષક કલરના સ્પોર્ટી એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. ખાસ કરીને HTX વેરિઅન્ટમાં નિયોન કલરના બ્રેક કેલિપર્સ તેને યુનિક લુક આપે છે.

Kia Syros નું પ્રીમિયમ ઇન્ટિરિયર

કારની અંદર 30 ઇંચની ટ્રિનિટી પેનોરેમિક ડિસ્પ્લે પેનલ આપવામાં આવી છે, જે નેવિગેશન અને મનોરંજન માટે ઉત્તમ છે. આ સિવાય પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ અને સ્લાઇડિંગ રિયર સીટ્સ જેવા ફીચર્સ મુસાફરીને આરામદાયક બનાવે છે. તેમાં 80 થી વધુ કનેક્ટેડ કાર પ્રીમિયમ ફીચર્સ પણ મળે છે.

Kia Syros નું એન્જિન અને પાવર

Kia Syros ના એન્જિનની વાત કરીએ તો, Kia Syros માં 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન (118bhp) અને 1.5-લિટર ડીઝલ એન્જિન (113hp) ના ઓપ્શન મળે છે. ટ્રાન્સમિશન માટે 6-સ્પીડ મેન્યુઅલ, 7-સ્પીડ DCT અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની સુવિધા ઉપલબ્ધ છે.

Kia Syros ની સેફટી

સુરક્ષા માટે આ Kia Syros ને ફાઇવ-સ્ટાર BNCAP રેટિંગ મળેલું છે. Kia Syros માં 20 જેટલા સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે ડ્રાઇવર અને પેસેન્જર બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

Kia Syros ની કિંમત અને વેરિઅન્ટ્સ

નવી Kia Syros HTE થી લઈને HTX(O) સુધીના સાત મુખ્ય ટ્રીમ્સમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ મોડલની કિંમત 8,39,900 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ડીઝલ ઓટોમેટિક મોડલની કિંમત 12,73,900 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

પાવરટ્રેન/ટ્રીમ

HTE(O)

HTK(EX)

HTK+

HTK+(O)

HTX

HTX(O)

G1.0 MT

9,19,900

9,79,900

10,73,900

11,99,900

-

-

G1.0 7DCT

-

-

11,93,900

13,19,900

13,99,900

14,99,900

D1.5 6MT

9,99,900

10,59,900

11,53,900

12,79,900

-

-

D1.5 6MT

-

-

12,73,900

13,99,900

14,79,900

15,79,900

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now