Home Automobile Ktm 390 Duke Adventure 350cc Price Cut India

KTM નો મોટો દાવ! : 390 Duke અને 390 Adventure હવે ₹62,000 સુધી થઈ સસ્તી

KTM 390 Duke And 390 Adventure
Published by: Aryan Shah
Last Updated: Apr 21, 2026, 07:15 AM IST

KTM Price Cut Updates : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં સ્પોર્ટ્સ બાઇક સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ ધરાવતી બ્રાન્ડ KTM એ તેના ચાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ તેની સૌથી લોકપ્રિય '390' સિરીઝમાં ફેરફાર કરીને નવા વેરિઅન્ટ્સ રજૂ કર્યા છે. આ નવા ફેરફારને કારણે બાઇકની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે, જેનાથી હવે આ પ્રીમિયમ બાઇક્સ વધુ લોકોના બજેટમાં મળી રહેશે.

નવું એન્જિન અને પાવર

KTM એ નવી 390 Duke અને 390 Adventure માં નવું 350cc એન્જિન આપ્યું છે. આ એન્જિન 41.5hp નો પાવર અને 33.5Nm નો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એન્જિન બદલવા પાછળનું મુખ્ય કારણ ટેક્સમાં રાહત મેળવવાનું છે, જેથી ગ્રાહકોને ઓછી કિંમતે બાઇક મળી શકે.

કિંમતમાં મોટો ફાયદો

આ નવા વેરિઅન્ટ્સ લોન્ચ થવાથી કિંમતમાં આશરે 62,000 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો મુખ્યત્વે 18% GST બ્રેકેટમાં આવવાને કારણે શક્ય બન્યો છે. હવે 350cc એન્જિન સાથેની KTM 390 Duke અમદાવાદ એક્સ-શોરૂમ કિંમત મુજબ રૂ. 2,77,268 માં અને KTM 390 Adventure રૂ. 2,80,905 માં ઉપલબ્ધ થશે.

ડિઝાઇન અને ખાસિયતો

જો ડિઝાઇનની વાત કરીએ તો, નવા એન્જિન સિવાય બાઇકના લુકમાં કોઈ ખાસ ફેરફાર કરાયો નથી. Duke માં અગાઉ જેવો જ આક્રમક લુક અને હેડલેમ્પ્સ જોવા મળે છે. જ્યારે Adventure મોડલમાં લાંબી મુસાફરી માટે એડજસ્ટેબલ સસ્પેન્શન અને મજબૂત સ્ટીલ ટ્રેલીસ ફ્રેમ આપવામાં આવી છે, જે તેને ઓફ-રોડિંગ માટે શ્રેષ્ઠ બનાવે છે.

જૂના મોડલ્સનું શું?

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, 350cc ના નવા વેરિઅન્ટ્સની સાથે જૂના 399cc ના પ્રીમિયમ મોડલ્સ (જેમ કે Duke R અને Adventure R) પણ વેચાણ માટે ચાલુ રહેશે. એટલે કે, જે ગ્રાહકો વધુ પાવર ઈચ્છે છે તેઓ હજુ પણ જૂના વેરિઅન્ટ્સ પસંદ કરી શકે છે.

KTM Duke પોર્ટફોલિયો (કિંમતનું લિસ્ટ)

મોડલ

એન્જિન ક્ષમતા

એક્સ-શોરૂમ કિંમત (INR)

KTM 160 Duke

160cc

1,82,360

KTM 200 Duke

200cc

1,98,055

KTM 250 Duke

250cc

2,17,400

KTM 390 Duke (નવું)

350cc

2,77,268

KTM 390 Duke R

399cc

3,39,001

KTM Adventure પોર્ટફોલિયો (કિંમતનું લિસ્ટ)

મોડલ

એન્જિન ક્ષમતા

એક્સ-શોરૂમ કિંમત (INR)

KTM 250 Adventure

250cc

2,45,984

KTM 390 Adventure (નવું)

350cc

2,80,905

KTM 390 Adventure X

399cc

3,43,250

KTM 390 Adventure R

399cc

3,78,404

KTM 390 Adventure S

399cc

3,97,234

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now