Home Automobile Hyundai Grand I10 Nios Vibe Edition Launch Price Features Gujarati

Hyundai Grand i10 Nios નું નવું Vibe Edition થયું લોન્ચ! : સ્પોર્ટી લુક અને પ્રીમિયમ ફીચર્સ સાથે આવ્યું નવું Vibe Edition

Hyundai Grand i10 Nios Vibe Edition
Published by: Aryan Shah
Last Updated: Apr 10, 2026, 09:05 AM IST

Hyundai Grand i10 NIOS Vibe Edition : હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL) એ ભારતીય બજારમાં તેની લોકપ્રિય હેચબેક કાર ગ્રાન્ડ i10 NIOS નું નવું 'વાઇબ એડિશન' (Vibe Edition) લોન્ચ કર્યું છે. કંપનીએ હાલમાં ક્રેટાનું સમર એડિશન લોન્ચ કર્યા બાદ હવે ગ્રાન્ડ i10 નું આ નવું એડિશન રજૂ કર્યું છે. આ સ્પેશિયલ એડિશન કારમાં ગ્રાહકોને ઘણા નવા કોસ્મેટિક ફેરફારો સાથે પ્રીમિયમ ફીચર્સ પણ જોવા મળશે.

Hyundai Grand i10 NIOS Vibe Edition ની કિંમત અને વેરિઅન્ટ

કિંમતની વાત કરીએ તો, હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 NIOS વાઇબ એડિશનની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.09 લાખ રાખવામાં આવી છે. તેના ટોપ મોડલની કિંમત રૂ. 7.73 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. કંપનીનો હેતુ આ એડિશન દ્વારા તહેવારોની સિઝનમાં વધુ ગ્રાહકોને આકર્ષવાનો છે.

Hyundai Grand i10 NIOS Vibe Edition ના આકર્ષક કલર્સ અને ડિઝાઇન

Hyundai Grand i10 NIOS માં સૌથી મોટો ફેરફાર તેના લુકમાં કરવામાં આવ્યો છે. કંપનીએ આમાં 'Titan Grey Matte' નામનો નવો મેટ પેઇન્ટ ઓપ્શન આપ્યો છે. હ્યુન્ડાઇનો દાવો છે કે, આ સેગમેન્ટમાં મેટ કલર આપનારી આ એકમાત્ર કાર છે. આ સિવાય, Hyundai Grand i10 NIOS માં 15-ઇંચના બ્લેક કલરના એલોય વ્હીલ્સ અને પ્રોજેક્ટર હેડલાઇટ્સ આપવામાં આવી છે, જે Hyundai Grand i10 NIOS ને વધુ સ્પોર્ટી લુક આપે છે.

Hyundai Grand i10 NIOS Vibe Edition નું હાઇ-ટેક ઇન્ટિરિયર અને પ્રીમિયમ ફીચર્સ

Hyundai Grand i10 NIOS ના ઇન્ટિરિયરમાં પણ મોટા ફેરફાર છે. વાઇબ એડિશનમાં લાલ રંગ અને બ્લેક કલરનું ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે. આ સાથે લેધર સ્ટીયરિંગ વ્હીલ, રિયર વેન્ટ્સ સાથે ઓટોમેટિક એસી, ક્રુઝ કંટ્રોલ અને 8-ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ મળે છે. આ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે બંનેને સપોર્ટ કરે છે.

આ પણ ખાસ વાંચો : Hyundai Creta નું નવું Summer Edition થયું લોન્ચ! : ઓછા બજેટમાં વધુ પ્રીમિયમ ફીચર્સ મળશે આ નવા એડિશનમાં!

Hyundai Grand i10 NIOS Vibe Edition ના ખાસ ફીચર

Hyundai Grand i10 NIOS ની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલો ડેશકેમ છે. હ્યુન્ડાઇ મુજબ, પેટ્રોલ હેચબેક સેગમેન્ટમાં આ ફીચર આપનારી આ પહેલી કાર છે. આ ડેશકેમમાં ડ્રાઇવિંગ, ઇમરજન્સી અને વેકેશન રેકોર્ડિંગ જેવા અલગ-અલગ મોડ્સ છે. તમે તમારા ફોનમાં એપ દ્વારા વીડિયો પણ ડાઉનલોડ કરી શકો છો. આ ફીચર હવે Asta વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે.

Hyundai Grand i10 NIOS Vibe Edition નું પાવરફુલ એન્જિન

એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. Hyundai Grand i10 NIOS માં 1.2-લિટરનું પેટ્રોલ એન્જિન છે જે 83hp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. Hyundai Grand i10 NIOS માં મેન્યુઅલ અને AMT ગિયરબોક્સનો ઓપ્શન મળે છે. આ ઉપરાંત, જેમને વધુ માઇલેજ જોઈએ છે તેમના માટે Hyundai Grand i10 NIOS નું CNG વેરિઅન્ટ પણ ઉપલબ્ધ છે. ભારતીય બજારમાં આ કાર મારુતિ સ્વિફ્ટ અને ટાટા ટિયાગો જેવી કારને ટક્કર આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now