Home Automobile From Maruti Swift To Tata Tiago These Five Family Cars Are The Best

Maruti Swift થી લઈને Tata Tiago સુધીની આ પાંચ ફેમિલી કાર છે શ્રેષ્ઠ! : જાણો આ કારોની કિંમત, સારી માઇલેજ અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

Maruti Swift થી લઈને Tata Tiago સુધીની આ પાંચ ફેમિલી કાર છે શ્રેષ્ઠ!
Published by: OBS Bureau
Last Updated: Nov 22, 2025, 05:46 AM IST

Know the complete list and price information of these 5 cars: જો તમે પહેલીવાર તમારા પરિવાર માટે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને ઇચ્છો છો કે, કાર તમારા બજેટમાં હોય, ચલાવવામાં આરામદાયક હોય અને સારી ફીચર્સ ધરાવતી હોય, તો આ 5 કાર તમારા માટે ઉપયોગી છે. ઘણીવાર સૌથી મોટી સમસ્યા એ હોય છે કે, ઓછા બજેટમાં એવી કાર કેવી રીતે પસંદ કરવી, જે બજેટ ફ્રેન્ડલી હોય અને માઇલેજ, જગ્યા અને ફીચર્સમાં સારી હોય. આજે ભારતીય બજારમાં ઘણી બધી એવી કાર ઉપલબ્ધ છે, જે 5 થી 7 લાખ રૂપિયાના બજેટમાં સારી માઇલેજ, સારી કેબિન સ્પેસ અને આવશ્યક સુવિધાઓનું યોગ્ય કોમ્બિનેશન આપે છે. જાણો આ 5 કારોની સંપૂર્ણ યાદી અને કિંમતની માહિતી.

Maruti Swiftફેમિલી કારના શોખીન લોકો માટે Maruti Swift લોકપ્રિય છે.₹5.79 લાખની શરૂઆતની કિંમત સાથે, તે 22-24 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે. 9-ઇંચની સ્માર્ટ ટચસ્ક્રીન, ક્રુઝ કંટ્રોલ અને છ એરબેગ્સ જેવા ફીચર્સ તેને સલામત અને મોર્ડન વિકલ્પ બનાવે છે. તેનું એન્જિન શહેરી ડ્રાઇવિંગ માટે ખૂબ સ્મૂધ અને શાનદાર માનવામાં આવે છે.

Renault Kwidજો તમે ₹5 લાખથી ઓછી કિંમતની ફેમિલી કાર શોધી રહ્યા છો, તો Renault Kwid એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ₹4.92 લાખની શરૂઆતની કિંમત, SUV-સ્ટાઇલની ડિઝાઇન અને 20-22 કિમી પ્રતિ લિટરની માઇલેજ તેને નાના પરિવારોમાં અત્યંત લોકપ્રિય બનાવે છે. તે સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 8-ઇંચ ટચસ્ક્રીન અને રીઅર કેમેરા જેવા ફીચર્સ આપે છે, જે બજેટ કારમાં દુર્લભ છે.

Hyundai Grand i10 NIOSHyundai Grand i10 NIOS આ કાર એવા પરિવારો માટે યોગ્ય છે જે કમ્ફર્ટેબલ અને પ્રીમિયમ ઇન્ટિરિયર ઇચ્છતી લોકો માટે છે. આ કારની કિંમત ₹5.47 લાખથી શરૂ થાય છે અને તે 18-21 કિમી પ્રતિ લિટર માઇલેજ આપે છે. વાયરલેસ ચાર્જર, ઓટો એસી અને 8-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા ફીચર્સ તેને અલગ પાડે છે. છ એરબેગ્સ સાથે, તે મજબૂત સેફટી ફીચર્સ પણ આપે છે.

Honda Amazeજો તમે વધુ કેબિન સ્પેસ શોધી રહ્યા છો, તો Honda Amaze લગભગ ₹7 લાખથી શરૂ થતી કિંમતનો સારો વિકલ્પ છે. તે 18-20 કિમી પ્રતિ લિટર માઇલેજ અને મોટી બૂટ સ્પેસ તેને લાંબી મુસાફરી માટે પણ આરામદાયક બનાવે છે. તેની સવારી ક્વાલિટી ખૂબ જ સ્મૂધ છે અને ડ્રાઇવિંગનો અનુભવ ખૂબ જ પ્રીમિયમ લાગે છે.

Tata TiagoTata Tiago તેની મજબૂત બિલ્ડ ક્વાલિટી અને સલામતી માટે જાણીતી છે. ₹4.99 લાખની શરૂઆતની કિંમત અને 19-23 કિમી પ્રતિ લિટરની માઇલેજ તેને કિંમતી કાર બનાવે છે. તેમાં 7-ઇંચની ટચસ્ક્રીન, ડિજિટલ કન્સોલ અને આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now