Home Gujarat Hybrid Marijuana Seized From Ahmedabad International Airport

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો : બેંગકોકથી આવેલી મહિલા મુસાફર પાસેથી મુદ્દામાલ કરાયો જપ્ત

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2026, 12:03 PM IST

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. કસ્ટમ્સ AIU (એર ઇન્ટેલિજન્સ યુનિટ) દ્વારા બેંગકોકથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી અંદાજે 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે.

હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

પ્રાપ્ત માહિતી મુજબ મહિલા મુસાફરે હાઇબ્રિડ ગાંજાને છુપાવવા માટે તેને 9 ચોકલેટના પેકેટોમાં રાખી લાવવામાં આવ્યા હતા. કસ્ટમ્સ અધિકારીઓને શંકા જતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોકલેટના પેકેટોમાંથી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.

NDPS એક્ટ હેઠળ વધુ તપાસ શરૂ કરવામાં આવી

કસ્ટમ્સ AIU યુનિટે તરત જ ગાંજો જપ્ત કરી મહિલા મુસાફરને અટકાયત કરી છે. હાલ NDPS એક્ટ હેઠળ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા એરપોર્ટ પર નશીલા પદાર્થોની હેરાફેરી સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now