Home Gujarat How Did The Electricity Get Cut Off Even Though The Power Line Was Down For Two Days Police Have Launched Aninvestigation

દહેગામમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને કરંટ લાગતા મોત : વીજ લાઈન બે દિવસથી બંધ છતાં કરંટ કઈ રીતે લાગ્યો? પોલીસે તપાસ હાથ ધરી

દહેગામમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને કરંટ લાગતા મોત
Published by: OBS Bureau
Last Updated: May 28, 2025, 05:45 AM IST

દહેગામના લીહોડા ગામમાં રખિયાલ સબ ડિવિઝનમાં વીજ લાઈન પર રીપેરીંગ કામ કરવા વીજ પોલ પર ઉપર ચડેલા તે દરમિયાન ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા બાબુસિંહ અંદરસિંહ મકવાણાનું કરંટ લાગતા મોત થયું છે. મૃત પામેલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ લીહોડા ગામની સીમમાંથી પસાર થતી ખાનપુર વીજ લાઈનના વીજ ટ્રાન્સફોર્મરના વીજ થાંભલા પર મરામત કામ કરવા માટે ઉપર ચડ્યા હતા. તે દરમિયાન બંધ લાઈનમાં વીજ પ્રવાહ પ્રસરી જતા કરંટ લાગવાથી મોત થયું હતું.

દહેગામમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને કરંટ લાગતા મોત

ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને કરંટ લાગતા તેમને તાત્કાલીક 108 મારફતે તેમના મૃતદેહને પીએમ માટે રખિયાલ સીએચસી ખાતે મોકલવામાં આવ્યું હતું. વાવાઝોડા અને વરસાદને કારણે સતત બે દિવસથી બંધ ખાનપુર વીજ લાઈનમાં કરંટ ક્યાંથી પ્રસરીયો તે મામલે વીજ અધિકારીઓપોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વીજ કર્મચારીના મોતથી પરિવારજનો તેમજ પંથકમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ હતી. રખિયાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now