Home International How Did Punjab Youtuber Jasbir Singh Become A Handler For Pakistans Isi

હવે પંજાબનો યુટ્યુબર નીકળ્યો ગદ્દાર! : પંજાબના યુટ્યુબર જસબીર સિંહ કેવી રીતે બની ગયો પાકિસ્તાની ISIનો હેન્ડલર?

હવે પંજાબનો યુટ્યુબર નીકળ્યો ગદ્દાર!
Published by: OBS Bureau
Last Updated: Jun 04, 2025, 07:51 AM IST

પંજાબ પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં લોકપ્રિય યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરી છે, જેના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. જ્યોતિનો દોસ્ત અને જ્યોતિ મલ્હોત્રા સાથે દેખાયેલો જસબીર સિંહ પણ જાસૂસી કરી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. જસબીર સિંહ, જે રૂપનગરના મહલાન ગામનો રહેવાસી છે, તે ‘જાન મહલ’ નામનું યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેના 11 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC), મોહાલીએ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી.

પાકિસ્તાન સાથે સંબંધો અને જાસૂસીનો આરોપ
પોલીસના જણાવ્યા મુજબ, જસબીર સિંહનો સંપર્ક પાકિસ્તાનના ગુપ્તચર અધિકારી શાકિર ઉર્ફે જટ્ટ રંધાવા સાથે હતો, જે આઈએસઆઈ (ISI) માટે કામ કરે છે. આ ઉપરાંત, જસબીર હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સાથે પણ નજીકના સંપર્કમાં હતો, જેને અગાઉ જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જસબીરે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના ભૂતપૂર્વ અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના આમંત્રણ પર પાકિસ્તાન નેશનલ ડેના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને વ્લોગર્સ સાથે મુલાકાત કરી હતી. દાનિશને ભારતમાંથી જાસૂસીના આરોપમાં નિષ્કાસિત કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનની યાત્રાઓ અને ડિજિટલ પુરાવા
જસબીર સિંહે 2020, 2021 અને 2024માં ત્રણ વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેના ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી પાકિસ્તાન આધારિત ઘણા નંબરો મળી આવ્યા છે, જે હવે ફોરેન્સિક તપાસ હેઠળ છે. જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જસબીરે પોતાના ફોનમાંથી વીડિયો અને સંપર્કો ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કેટલાક મહત્વના ડેટા રિકવર કરી લીધા છે, જે આ જાસૂસી નેટવર્કના મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે.

પોલીસની તપાસ અને રાષ્ટ્રીય સુરક્ષા
પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે, “અમે આ મામલે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ અને આ જાસૂસી-આતંકવાદી નેટવર્કને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” આ મામલે SSOC, મોહાલી ખાતે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં આ નેટવર્ક સાથે જોડાયેલા સાત લોકોની ધરપકડ કરી છે. આ ઘટનાએ રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વધારી છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દુરુપયોગ અને વિદેશી ષડયંત્રોના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓ ગરમ છે, જ્યાં લોકો આવા કૃત્યોને દેશદ્રોહ ગણાવી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?