Home Gujarat Horrific Ktm Bike Accident In Surat

સુરતમાં KTM બાઈકનો ભયાનક અકસ્માત : હેલ્મેટ હોવા છતાં માથું થયું ધડથી અલગ, યુટ્યુબર પ્રિન્સ પટેલનું મોત

સુરતમાં KTM બાઈકનો ભયાનક અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 12:06 PM IST

Surat KTM Accident : સુરતના ઉધના મગદલ્લા રોડ પર મંગળવારની સાંજે એક અત્યંત દુઃખદ અને ભયાનક અકસ્માત બન્યો હતો. યુનિવર્સિટી નજીકથી બ્રેડ લાઈનર બ્રિજ ઉતરતી વખતે KTM બાઈક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અંદાજ સામે આવ્યો છે

બાઈક ચાલકનું માથું અને ધડ અલગ થઈ ગયા...

અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલકનું માથું અને ધડ અલગ થઈ જતા સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ પ્રિન્સ પટેલ, ઉંમર 18 વર્ષ, તરીકે થઈ છે. શરૂઆતની માહિતી મુજબ પ્રિન્સે હેલ્મેટ પહેર્યો હતો, છતાં અકસ્માત એટલો ગંભીર હતો કે હેલ્મેટ હોવા છતાં જીવ બચી શક્યો નહોતો.

ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનોં નોંધ્યો

બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર બનાવ અંગે કાર્યવાહી શરૂ કરી હતી. વધુમાં ખુલ્યું છે કે, મૃતક પ્રિન્સ પટેલ યુટ્યુબ પર “PKR BLOGGER” નામથી કોન્ટેન્ટ બનાવતો લોકપ્રિય યુવાન હતો. હાલ ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now