Home Gujarat Horrific Accident In Vadodara Drunk Luxury Car Driver Hits 4 To 5 People

વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના : મોડી રાત્રે નશામાં ધુત્ત લક્ઝરી કારચાલકે 4થી 5 લોકોને લીધા અડફેટે, 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2026, 10:24 AM IST

Vadodara accident: વડોદરા શહેરમાં ફરી એકવાર રફ્તારના રાક્ષસોએ માનવીય જીવ માટે ખતરો ઉભો કર્યો છે. શહેરના સમા વિસ્તારમાં મોડી રાત્રે થયેલી હિટ એન્ડ રનની ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ, દારૂના નશામાં ચૂર એક લક્ઝરી કારચાલકે ફૂલ સ્પીડે કાર હંકારીને રસ્તા પર ચાલતા તથા ઉભેલા 4થી 5 લોકોને અડફેટે લીધા હતા.

ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લક્ઝરી કાર અત્યંત ઝડપી ગતિએ આવી અને નિયંત્રણ ગુમાવતાં અનેક લોકોને કચડી નાખ્યા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો તરત જ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ઘટનાની જાણ થતા જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ ત્રણ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેમને વિશેષ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી.

કારચાલક ઘટનાસ્થળેથી ફરાર

અકસ્માત સર્જીને લક્ઝરી કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરાર કારચાલકની શોધખોળ તેજ કરી છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ ઝડપ અને નશામાં વાહન ચલાવવાના બનાવો વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકોની સલામતી સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now