Home Automobile Honda Amaze Gets 5 Star Safety Rating In Bharat Ncap

Honda Amazeને મળ્યો ભારત NCAPમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ! : બની દેશની સૌથી સુરક્ષિત સેડાન્સ, જાણો સુરક્ષા અને ફિચર્સની સંપૂર્ણ માહિતી

Honda Amazeને મળ્યો ભારત NCAPમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ!
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 06:34 AM IST

Honda Amaze Sedan: ત્રીજી જનરેશનની Honda Amaze Sedanને ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (Bharat NCAP)એ પુખ્ત વયના મુસાફરો માટે 5-સ્ટાર અને બાળ મુસાફરો માટે 4-સ્ટાર સેફ્ટી રેટિંગ આપ્યું છે. આ સાથે અમેઝ હવે ભારતની સૌથી સુરક્ષિત કોમ્પેક્ટ સેડાન્સની યાદીમાં જોડાઈ ગઈ છે.

પુખ્ત વયના મુસાફરોનું સંરક્ષણ

શાનદાર પ્રદર્શન

કુલ સ્કોર: 28.33 / 32

ફ્રન્ટલ ઓફસેટ ટેસ્ટ: 14.33 / 16 (ડ્રાઇવર અને પેસેન્જર બંનેને સારી સુરક્ષા)

સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટ: 14 / 14 (સંપૂર્ણ માર્ક્સ)

સાઇડ પોલ ઇમ્પેક્ટ ટેસ્ટ પણ સફળતાપૂર્વક પાસ

બાળ મુસાફરોનું સંરક્ષણ માટે લગભગ પર્ફેક્ટ

કુલ સ્કોર: 40.81 / 49

3 વર્ષના બાળક માટે સંપૂર્ણ માર્ક્સ

ચાઇલ્ડ સીટ ઇન્સ્ટોલેશન: 12 / 12 (ફુલ માર્ક્સ)

માત્ર 18 મહિનાના ડમીને ખૂબ જ નાની ઈજાના કારણે 0.19 પોઇન્ટ ગુમાવ્યા.

સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ (5-સ્ટાર વેરિઅન્ટ્સમાં) આ રેટિંગ V CVT, VX CVT અને ZX MT વેરિએન્ટને લાગુ પડે છે.

આ વેરિઅન્ટ્સમાં નીચેની સુવિધાઓ

6 એરબેગ્સ

ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC)

ABS સાથે EBD

તમામ સીટ માટે સીટબેલ્ટ રિમાઇન્ડર

ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર્સ

રીઅર પાર્કિંગ સેન્સર્સ

રીઅર કેમેરા

બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ (કેટલાક વેરિઅન્ટમાં)

Honda Sensing ADAS પેકેજ (લેન ડિપાર્ચર વોર્નિંગ, ઓટો ઇમર્જન્સી બ્રેકિંગ વગેરે)

આ તમામ સુવિધાઓના કારણે હોન્ડા અમેઝ આજના સમયમાં ભારતની સૌથી સુરક્ષિત અને ફીચરથી ભરપૂર કોમ્પેક્ટ સેડાન બની hype છે, ખાસ કરીને જે ગ્રાહકો સેફ્ટીને સૌથી વધુ મહત્વ આપે છે તેમના માટે આ એક શાનદાર વિકલ્પ છે. હવે અમેઝ માત્ર સ્ટાઇલિશ અને ઇકોનોમિકલ જ નહીં, પણ સૌથી વધુ સુરક્ષિત પણ છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now