Home Gujarat Hit And Run Incident At Radhanpur Intersection In Mehsana

મહેસાણામાં રાધનપુર ચોકડી પર હિટ એન્ડ રનની ઘટના : વાહન ચાલકે રાહદારીને કચડ્યો, કમકમાટી ભર્યું મોત

મહેસાણામાં રાધનપુર ચોકડી પર હિટ એન્ડ રનની ઘટના
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2026, 10:54 AM IST

મહેસાણા શહેરમાં રાધનપુર ચોકડી પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અજાણ્યા વાહન ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા એક યુવાનને જોરદાર ટક્કર મારી કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

હિટ એન્ડ રનમાં મોત

રાધનપુર ચોકડી પર આ બનાવ બાદ કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી. પરંતુ અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર વાહન અને તેના ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ બનાવને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને સ્થાનિકોએ રાધનપુર ચોકડી પર ટ્રાફિક નિયંત્રણ વધુ કડક બનાવવા માંગ ઉઠાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now